વિશ્વ હિન્દુ પરિષદ બરવાળા પ્રખંડ દ્વારા શ્રધ્ધાજંલી અને વિરાંજલી સભા તથા પ્રતિકાર સભા નું આયોજન
વિશ્વ હિન્દુ પરિષદ બરવાળા પ્રખંડ દ્વારા કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ આધારિત હત્યા માં મૃત્યુ પામનાર નાગરિકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલ હતું આ શ્રદ્ધાંજલિ સભામાં બરવાળા નગરના સંતો મહંતો તથા સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના અગ્રણીઓ, મુસ્લિમ સમાજ, ખોજા સમાજના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા .શ્રદ્ધાંજલિ સભામાં આવનારા દરેક લોકોએ પુષ્પો દ્વારા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી . તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તેમ જ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરી હતી . અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ આંતકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો .
આંતકવાદી તથા તેને મદદ કરનાર ગદ્દાર લોકોને સખતમાં સખત સજા કરે એવી સરકારને માંગ કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
