વાગરા: દારૂની હેરાફેરી કરતા બે સપ્લાયર વિલાયત ચોકડીથી ઝડપાયા, 1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભરૂચથી વિલાયત રીક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા બે બુટલેગરોને વાગરા પોલીસે 44 હજારની કિંમતના 220 લીટર જેટલા દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ ત્રણને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. છતાં પણ વાગરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. તેમજ દારૂની હેરાફેરી પણ કરવામાં આવે છે. તેમ લાગી રહ્યું છે. ભરૂચથી દેશી દારૂનો જથ્થો ભરી વિલાયત બુટલેગરોને સપ્લાય થવાનો હોવાની બાતમીના આધારે વાગરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની GJ-16-AT-9903 નંબરની રીક્ષા આવતા પોલીસે ચાલકને રીક્ષા ઉભી રાખવા ઈશારો કરવા છતાંય ચાલક રીક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો. જેથી પોલીસે આગળ રસ્તા વચ્ચે આડસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા રીક્ષામાંથી 220 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક દિપક રમેશ વસાવા. રહે, ફાંટા તળાવ, વૈરાગીવાડ, ભરૂચ તેમજ તેની સાથેના ભાવેશ કુમાર રમેશ સોલંકીને ઝડપી પાડયા હતા. પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું, કે આ દારૂનો જથ્થો ભરૂચના ફાંટા તળાવ, વૈરાગીવાડ વિસ્તારમાં રહેતા રવિ રમેશ વસાવાએ ભરી આપ્યો હતો. અને આ દારૂનો જથ્થો વાગરા તાલુકાના વિલાયત ગામના મીનાબેન હસમુખ પરમાર તેમજ દલપત પરસોત્તમ પરમારનાઓએ આપવાનો હતો. જેથી વાગરા પોલીસે 44 હજારની કિંમતનો દારૂ, મોબાઈલ અને રીક્ષા મળી કુલ 1 લાખ 99 હજારનો મુદ્દમાલ કબજે કર્યો હતો. અને ઝડપાયેલા બે આરોપી તેમજ દારૂ ભરી આપનાર તેમજ વિલાયતના બે મળી ત્રણે વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે, કે અગાઉ પણ વાગરા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024 ના રોજ રાત્રી પેટ્રોલીંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઉભી નહિ રાખી ગાડી ભગાડી ગયો હતો.જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલ્ટી જતાં અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પોલીસે કાર ચાલક સાથે રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ વાગરા પોલીસે દારૂ ભરેલ ઇકો કાર પણ ઝડપી પાડી હતી. જેમાં 25 લિટરના 10 પ્લાસ્ટિકના કારબા તેમજ એક પ્લાસ્ટિકની થેલીમાં 10 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 260 લીટર 52,000 કિંમતનો દારૂનો જથ્થો તેમજ 4 લાખની ઇકો મળી કુલ 4 લાખ બાવન હજારના મુદ્દામાલ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે પણ દેશી દારૂ ભરેલ ઇકો કાર ઝડપી પાડી હતી. જેમાં 500 લીટર ઉપરાંતનો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે વધુ એક દારૂની હેરાફેરી કરતી રિક્ષાને પોલીસે ઝડપી પાડી હતી. ત્યારે વાગરા પંથકમાં દારૂના દુષણને ડામવા માટે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણ અને દારૂની હેરાફેરી કરનારાઓ સામે પોલીસ લાલ આંખ કરે તે જરુરી બન્યું છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.