ભંડુરીના એક શિક્ષક બહેનની બે વર્ષથી પોતાની સેવાપોથી (સર્વિસબુક) નહી મળતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોતાની સેવાપોથી મેળવી આપી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્ર સાર્થક કરતી માળીયા હાટીના પોલીસ - At This Time

ભંડુરીના એક શિક્ષક બહેનની બે વર્ષથી પોતાની સેવાપોથી (સર્વિસબુક) નહી મળતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોતાની સેવાપોથી મેળવી આપી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્ર સાર્થક કરતી માળીયા હાટીના પોલીસ


જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓ દ્વારા તેમજ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર દ્વારા પ્રજાજનો/અરજદારોને રૂબરૂ સાંભ્ળી પ્રજાજનોને ન્યાય અપાવા તેમજ પ્રજાલક્ષી કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઇ આવેલ

અરજદાર બહેનશ્રી સવિતાબેન ભુવા હાલ-ભંડુરી ખાતે જી.આર.એ.પંડયા હાઇસ્કુલ આચાર્યશ્રીની જગ્યા ઉપર ફરજ બજાવે છે. તેમની સર્વિસ બુક જે તે સમયના આચાર્યશ્રીએ અરજદાર બહેનશ્રી તેમજ બીજા શિક્ષકોની સેવાપોથી (સર્વિસબુક) સ્કુલ ટ્રસ્ટના પ્રમુખશ્રી નંદકિશોદ પંડયા રહે.કેશોદ વાળાને આપેલ હતી. અને પ્રમુખશ્રીના અવસાન બાદ તેમના દીકરા ચિરાગ પંડયાએ સર્વિસબુકો દબાવી રાખેલ હોય અને સેવાપોથી (સર્વિસબુક) વગર ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થતુ ન હોય જેથી અરજદાર બહેનશ્રીએ પ્રમુખશ્રીના દીકરા પાસે અવાર-નવાર સર્વિસબુકની માંગણી કરતા તેઓએ સેવાપોથી (સર્વિસબુક) આપેલ નહીં જેથી અરજદાર બહેનશ્રી સર્વિસબુક મેળવવા માટે અત્રેના માળીયા હાટીના પો.સ્ટે. ખાતે આવી સઘળી હકીકત જણાવતાં તુરત જ પોલીસ સબ ઇન્સપેકટર પી.કે.ગઢવી તથા સી ટીમ ઇન્ચાર્જ વિલાસબેન એલ.ડોડીયા નાઓએ જણાવતા સવિતાબહેન ની સેવાપોથી (સર્વિસબુક) અંગે શાળાના ટ્રસ્ટી સાથે કેશોદ તુરત જ જઇ સંપર્ક કરી અને સવિતાબેહનને પોતાની સેવાપોથી (સર્વિસબુક) પરત દેવડાવી પોતાની સમસ્યાનો સુખદ ઉકેલ લેવડાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.