રાજકોટ માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા. - At This Time

રાજકોટ માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.


રાજકોટ માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.

તા.૧૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીકસ પ્રદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા ની રાહબરી હેઠળ તા.૧૩/૩/૨૦૨૫ ના રોજ SOG શાખાના ફિરોજભાઇ રાઠોડ, હાર્દિકસિંહ પરમાર નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ-જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાર્કની સામેના ભાગે જામનગરથી રાજકોટ તરફના હાઇ-વે રોડ ઉપર કર્નલ બંગલા પાસેથી માદક પ્રદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી ગાંધીગ્રામ પો.સ્ટે. માં ગુન્હો નોંધવામા આવેલ છે. માદક પદાર્થ ગાંજો ૯.૯૮૮ કિ.ગ્રામ કિં.૯૯,૮૮૦ કુલ કિ.૧,૦૯,૮૮૦ (૧) મજીદભાઇ સતારભાઇ ગેલેરીયા ઉ.૫૭ રહે-ગીતાનગર શેરીનં.૩ બ્લોક નં.૩ ગવર્મેન્ટ સ્કુલ પાછળ પડધરી જી.રાજકોટ. જામનગર રેલ્વે પો.સ્ટે. NDPS કલમ-૮(સી),૨૦,૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image