વિજાપુરના રણસીપુર ગામે ખેતરમાં ચાર ભાઈઓએ ઉઘરાણીમાં યુવકની હત્યા કરી
વિજાપુર તાલુકાના રણસીપુર ગામમાં રહેતા હતાં
સાબરકાંઠા ના કાલીકાકર ગામના અને વિજાપુર ના રણસીપુર ગામે મજૂરી કામ માટે રહેતા ચાર ભાઈઓએ પૈસા બાબતે અગાઉ થયેલો ઝઘડાની અદાવત રાખી ખેરાલુના લુણવા ગામના તેમની સાથે મજૂરી કામ કરતા યુવકનું ગળું દબાવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવક જાગી જતો તેના બંને પગ ઉપર ધારિયું મારીને હત્યા કરી ચારેય જણા નાસી છુટ્યા હતા. લાડોલ પોલીસે ચાર પૈકી એક આરોપીને ઝડપી પાડયો હતો લુણવા ગામનો ઠાકોર ગોવિંદજી તલાજી પરિવાર સાથે રણસીપુર ગામે પટેલ બાબુભાઈ ધુળાભાઈ ના ખેતરમાં બનાવેલી ઓરડીમાં રહેતા હતો જ્યારે તેમની નજીક આવેલા ખેતરની ઓડરીમાં મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના કાલીકાકર ગામના રમેશ બાબુભાઈ ગમાર સુરેશ બાબુભાઈ ગમાર સાયબાભાઈ બાબુભાઈ ગમાર અને રેસાભાઈ બાબુભાઈ ગમાર ચાર ભાઈઓ રહેતા હતા ચારે દિવસ પૂર્વ રમેશભાઈએ ગોવિંદજી સાથે પૈસા બાબતે ઝઘડો કર્યો હતો દરમિયાન રવિવારે ખાટલામાં સુતો હતો તે સમયે પૈસા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી ચાર ભાઈઓએ ગોવિંદજી નું ગળું દબાવતા તે જાગી ગયા હતો જેથી રમેશ ગોવિંદજીના બંને પગ ધારિયાના ઘા મારતાં થયેલી ગંભીર ઈજાના કારણે તેનું મોત નીપજ્યું હતું
વડનગરના અમરતજી ઠાકોર લાડોલ પોલીસ મથકમાં તેમના સાળાની હત્યા મામલે કાલીકાકર ના ચારેય ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતાં પીઆઇ ગભુભા સોલંકીએ મુખ્ય આરોપી રમેશ ગમારની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
10 વર્ષની દીકરીએ પિતાની હત્યાનો ભેદ ખોલ્યો
ખેરાલુના લુણવાના યુવકની હત્યા કરનાર પોશીનાના ચાર ભાઈઓ સામે ફરિયાદ એકની ધરપકડ
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
