દિવાળીના તહેવાર નિમિતે પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

દિવાળીના તહેવાર નિમિતે પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


દિવાળીના તહેવાર નિમિતે પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી

હિંમતનગર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ દિવાળી તહેવાર નિમિતે સખતમાં સખત પેટ્રોલીંગ રાખી પો.સ્ટે વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ પ્રોહી/જુગાર ડ્રાઇવ આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી એ.કે.પટેલ સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ જે.જી.ઓડ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઈ. એ.વી.જોષી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.

તા.૧૧/૧૦/૨૦૨૨ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમોને બાતમી હકીકત મળેલ કે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ રોડ ઉપર એક મહીલા તથા બે ઇસમો હિંમતનગર મુકામે એક ઇસમને દારૂની ડીલીવરી આપવા આવવાના છે જે હકીકત આધારે વોચ ગોઠવી ત્રણેય પાસેથી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૨૩ કુલ રૂ.૨૯,૯૪૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૯,૯૪૦/-ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન સી પાર્ટ-ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૨૦૭૮૫/ ૨૦૨૨ ધી ગુજરાત પ્રોહી. એકટ કલમ-૬૫ એઇ,૮૧,૮૩ મુજબનો ગુન્હો દાખલ કરેલ છે.

> પકડાયેલ ઇસમો –

(૧)એક મહીલા આરોપી

(૨)રોશનકુમાર ચંદુભાઇ નિનામા ઉ.વ.૨૦ રહે.ચિતરીયા નિનામા ફળો તા.વિજયનગર જી.સાબરકાંઠા (૩)સંજયકુમાર રમેશજી ગામીત ઉ.વ.૨૩ રહે.પાટીયા કાનપુર ફળો તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન

> પકડવાનો બાકી આરોપી –

પ્રવિણભાઇ ઉર્ફે પુસ્યો અશોકભાઇ ભાટ રહે.સીવીલ સામે,ભાટ વાસ,હિંમતનગર

કામગીરી કરનાર અધીકારી કર્મચારી (૧) પોલીસ સબ ઇન્સ .એ વી જોષી

(૨) અ.હેડ.કોન્સ. કૃષ્ણસિંહ કાળુસિંહ બ.નં.૯૮૯ (૩) અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ બ.નં.૨૮૮

(૪) અ.પો.કોન્સ. જીગ્નેશકુમાર સુરેશભાઇ બ.નં.૩૬૬ (૫)અ.પો.કો. જાહીદહુસેન અકબઅલી બ.નં. ૩૪૬

(૬)આ.પો.કો હરપાલસિંહ જસવંતસિંહ બ.નં.૧૪૭

(૭) અ.પો.કો અજયસિંહ પ્રહલાદસિંહ બ.નં.૦૫૪૫ (૮) વુ.પો.કો. પીનલબા દલપતસિંહ બ.નં.૦૬૬૭

(૯)ડ્રા.પો.કો વિજયકુમાર મણીલાલ બ.નં.૧૩૧

(૧૦)ડ્રા.પો.કો સંજયસિંહ જયદેવસસિંહ બ.નં.૧૦૩૬


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.