માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે નવ યુવાનની મળી લાશ - At This Time

માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે નવ યુવાનની મળી લાશ


મૃતક ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો

માળીયા હાટીના વીરડી ગામનો કારડીયા રજપૂત યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર કે જે ખેતી કરી પોતાના અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેની વિરડી ગામેથી અર્ધો કીલો મીટર દૂર માળીયાહાટીના તરફ જતા પુલ નીચેથી વિરડી ગામના જ યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર ઉ.વ. 40 ની લાશ પડી હોવાના સમાચાર મળતાં માળીયા હાટીના પોલીસના પી એસ આઇ તથા સ્ટાફ ધટના સ્થળે દોડી જય લાશનો કબજો લઈ હાલ માળીયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી સ્થળ પર વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક વિગતો મળવા મુજબ મૃતક ભાવેશભાઈ કાનાભાઈ પરમાર વીરડી ગામેથી રાત્રિના 11:00 વાગ્યાના સુમારે ઘરેથી અગમ્ય કારણોસર નીકળેલા હોય ત્યારબાદ પરિવારના સભ્યોએ ભાવેશભાઈ ની શોધ ખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે વિરડી થી માળીયા તરફ  જતા રોડ ઉપર આવેલ ગરનાળા નીચેથી મૃતકની બાઇક તેમજ તેમનો મૃતદેહ મળી આવતા આ ઘટનાની જાણ માળીયાહાટીના પોલીસને કરતા માળીયાહાટીના પી.એસ.આઇ બી કે ચાવડા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી આ ઘટના ની તટસ્થ તપાસ માટે પોલીસ દ્વારા એફે સેલની ટીમને પણ બોલાવવામાં આવી છે તો મૃતકની પ્રાથમિક તપાસમાં બાહ્ય તપાસ કરતા મૃત્યુનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતની જરૂર જણાતી હોય મૃતદેહને એફ એસ એલ માટે જામનગર મોકલવા માટે ડો કરમટા એ જણાવ્યું હતું તો આઘટનાની વધુ તપાસ માળિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ ઘટનામાં અકસ્માત છે કે પછી કોઈ અન્ય બનાવ બન્યો હોય તેની વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.