વિશિષ્ટ શિક્ષકો માટે ત્રણ દિવસીય સી.આર.ઈ. તાલીમ કાર્યક્રમનું આયોજન બી.આર.સી.ભવન વિરપુર કરવામાં આવ્યું…
સમેકિત ક્ષેત્રિય કૌશલ વિકાસ (સી.આર.સી.), અમદાવાદ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત હેઠળ કાર્યરત 1,892 વિશેષ શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે....
સમેકિત ક્ષેત્રિય કૌશલ વિકાસ, પુનર્વાસ તથા દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ ગુજરાત રાજ્યમાં વિશેષ શિક્ષકો માટે ભારતીય પુનર્વાસ પરિષદ , નવી દિલ્હી દ્વારા મંજૂર કરાયેલ સતત પુનર્વાસ શિક્ષણ (CRE-Continue Rehabilitation Education) કાર્યક્રમો હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેની અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત હેઠળ કાર્યરત 1892 વિશેષ શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહિસાગર જિલ્લામાં દિવ્યાંગતા ક્ષેત્રમાં કાર્ય કરતાં વિશેષ શિક્ષકો માટે "Capacity Building for Special Educators Enhancing Skills in Disability Identification, Behaviour Management and Inclusive Teaching Strategies" વિષય પર ત્રણ દિવસીય સી.આર.ઈ. તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન બી.આર.સી.ભવન, વિરપુર, મહીસાગર મુકામે કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે સી.આર.ઈ.પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી રાજેન્દ્રકુમાર ચેચાણી, ડો.નેહા રાણા, તેમજ શ્રી સાહિલ શેખ (સી.આર.સી.,અમદાવાદ) તેમજ મહીસાગર જિલ્લા આઈ.ઈ.ડી કો-ઓર્ડીનેટર શ્રી રમણભાઈ વણકર, વિરપુર તાલુકાના તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારી શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, બી.આર.સી. વિરપુર કો-ઓર્ડીનેટર શ્રી નીરવભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા દિવસે ડો.નયનકુમાર પરમાર (સી.આર.સી.,અમદાવાદ) અને શ્રી અનિલભાઈ લેઉવા (ગુજરાત કેળવણી ટ્રસ્ટ, અમદાવાદ) અને ત્રીજા અંતિમ દિવસે ડો.દિલીપ શર્મા (સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર) અને ડો.નયન પરમાર (સી.આર.સી.,અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં બધા પ્રતિભાગીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર તાલીમ કાર્યક્રમ સી.આર.સી.અમદાવાદના ડાયરેક્ટર ડો.અજિત કુમાર સિંઘ તેમજ સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાતના માર્ગદર્શન હેઠળ યોજાયો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
