પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત - At This Time

પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત


પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયું છે. જે ધ્યાને લઇ રાજયના તમામ ખેડૂતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજૂરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે વધુમાં ખેતીવાડીની અન્ય સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે, જેની નોંધ લેવા સૌ ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.