ભેજાબાજે પાસોદરાના રત્નકલાકારના બેંક એકાઉન્ટમાંથી રૂ. 2.47 લાખ તફડાવ્યા - At This Time

ભેજાબાજે પાસોદરાના રત્નકલાકારના બેંક એકાઉન્ટમાંથી રૂ. 2.47 લાખ તફડાવ્યા


સુરત, તા. 31 જુલાઈ 2022 રવિવારપાસોદરામાં રહેતા રત્નકલાકારના બેંક એકાઉન્ટમાં જમા થયેલા પી.એફના રૂ. 2.47 લાખ તફડાવી લેનાર અજાણ્યા ભેજાબાજ વિરૂધ્ધ આઇટી એક્ટ હેઠળ સરથાણા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.પાસોદરાની શિવશક્તિ સોસાયટીમાં રહેતો રત્નકલાકાર વિરલ ઘેલાબાઇ સાવલીયા (ઉ.વ. 36 મૂળ રહે. ખારી, તા. બગસરા, જિ. અમરેલી) કતારગામની એસ.આર.કે ડાયમંડ એક્સપોર્ટમાંથી ગત નવેમ્બર મહિનામાં નોકરી છોડી દીધી હતી. કંપની દ્વારા પી.એફ છ મહિના બાદ મળશે તેવું જણાવ્યું હતું. જે અંતર્ગત ગત મે મહિનામાં કંપનીમાંથી ફોન કરી બેંકનો કોરો ચેક વિરલ પાસે મંગાવ્યો હતો અને 7 જૂને વિરલના બેંક એકાઉન્ટમાં રૂ. 2.48 લાખ જમા થઇ ગયા હતા. બે દિવસ બાદ વિરલ બેંકમાંથી રોકડ ઉપાડવા ગયો હતો ત્યારે તેના પર રૂ. 95 હજારના બે અને રૂ. 57 હજારના વિડ્રોલનો એક મળી કુલ રૂ. 2.47 લાખ વિડ્રોલ કર્યાનો મેસેજ આવ્યા હતા. જેથી વિરલે તુરંત જ બેંક મેનેજરને જાણ કરી એકાઉન્ટ લોક કરાવ્યું હતું. પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂ. 2.47 લાખ તફડાવનાર અજાણ્યા ભેજાબાજ વિરૂધ્ધ સરથાણા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.