વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિક ભાઈ વેકરિયાનાં હસ્તે મોટા માંડવડા ખાતે રૂ.૩૬ લાખનાં ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ - At This Time

વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિક ભાઈ વેકરિયાનાં હસ્તે મોટા માંડવડા ખાતે રૂ.૩૬ લાખનાં ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ


વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિક ભાઈ વેકરિયાનાં હસ્તે મોટા માંડવડા ખાતે રૂ.૩૬ લાખનાં ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

અમરેલી: સ્વસ્થ,સમૃદ્ધ અને વિકસિત અમરેલી’ના મંત્રને ચરિતાર્થ કરવાના હેતુથી ગ્રામ્ય વિસ્તારોનાં નાગરિકો નિરામય રહે તે માટે અમરેલી વડીયા અને કુંકાવાવ મત વિસ્તારમાં અદ્યતન આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ કડીના ભાગરૂપે વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા હસ્તે મોટા માંડવડા ખાતે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી વેકરીયાએ જણાવ્યુ હતું કે, અંદાજિત રૂ ૩૬ લાખનાં ખર્ચે તૈયાર થનાર આરોગ્ય કેન્દ્ર તૈયાર થયેલા આરોગ્યની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને શહેરી આરોગ્ય સુવિધા અને ચિકિત્સા ઘર આંગણે ઉપલબ્ધ થશે.તાજેતરમાં જ અમરેલી તાલુકાના કેરીયાનાગસ ખાતે પણ અધ્યતન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુંહાલ અમરેલી તાલુકાના સરંભડા,બાબાપુર અને સાજીયાવદર ગામ ખાતે અંદાજિત રૂ. ૧૦૮ લાખના ખર્ચે નવનિર્મિત થઈ રહેલા પીએચસી સેન્ટરની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી શંભુભાઈ મહિડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી આશિષભાઇ અકબરી, જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ચેતનભાઈ ધાનાણી, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, કુંકાવાવ તાલુકા પંચાયત સદસ્ય શ્રી પી.વી.વસાણી, સરપંચ શ્રી સંદીપભાઈ ટિબંડીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.