રાજકોટમાં વેપારી પાસેેથી 32 લાખની રોકડ કબ્જે - At This Time

રાજકોટમાં વેપારી પાસેેથી 32 લાખની રોકડ કબ્જે


રાજકોટ શહેર જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરાવવા માટે વહીવટી તંત્રે કમ્મર કસી છે. જેમાં રાજકોટમાં એક વેપારી પાસેથી રૂા. 32 લાખની રોકડ કબ્જે લેવામાં આવી છે.
જેની સાથે રાજકોટ-શહેર જિલ્લામાં રોકડ, વિેદેશી દારૂ, સોના-ચાંદીના દાગીના સહિતના મુદામાલની જપ્તીનો આંકડો 2.73 કરોડ વટાવી ગયો છે.
જેમાં ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ અત્યાર સુધીમાં રાજકોટ માંથી રૂા. 32 લાખની રોકડ સહિત વિદેશી દારૂ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2.41 કરોડ નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.
જયારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી રૂા. 1.13 લાખનો દેશી દારૂ તેમજ રૂા. 19.57 લાખનો મુદામાલ ઝડપી તેને કબ્જે કરવામાં આવેલ છે.
કલેકટર કચેરીના સુત્રો એ જણાવ્યું હતું કે રાજકોટમાંથી ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ અત્યાર સુધી રૂા. 23.32 લાખનો વિદેશી દારૂને ઝડપી લેવામાં આવેલ છે.
જિલ્લામાં ધોરાજીમાં 1.37 લાખ, ગોંડલમાં 4.60 લાખ જસદણમાં 4.88 લાખ, જેતપુરમાં 84.85 રાજકોટ દક્ષીણમાં 6.40 લાખ રાજકોટ પશ્ર્ચિમમાં 2.28 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં 3008 હથીયાર જેમાં 26.91 જમા થી ગયા છે જયારે 317 વ્યકતિઓનેે હથીયાર જમા કરાવવામાં મુકિત આપવામાં આવી છે. જયારે રાજકોટ ગ્રામ્ય માં 1212 માંથી 1097 હથીયાર જમા કરાયા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.