એકાદશી અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને મખમલના જરી સ્ટોનવાળા વાઘા,રામ લખેલો આંકડાના ફુલનો હાર પહેરાવ્યો, હજારો ભક્તોએ કર્યા દર્શન - At This Time

એકાદશી અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને મખમલના જરી સ્ટોનવાળા વાઘા,રામ લખેલો આંકડાના ફુલનો હાર પહેરાવ્યો, હજારો ભક્તોએ કર્યા દર્શન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-02-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતોવઆજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને અગિયારસ નિમિત્તે મલખમલના કાપડમાં બનેલા જરી સ્ટોનના ભરતવાળા દાદાને પહેરાવાયા છે. આ વાઘા ચાર દિવસની મહેનતે 2 કારીગરોએ વડોદરામાં બનવ્યા છે. 108 સુખડી અગિયારસ અને શનિવાર હરિભક્ત તરફથી હનુમાનજીને અર્પણ કરાઈ છે હીરાજડિત ચાંદીનો 1.5 કિલોનો મુગટ પણ દાદાને પહેરાવાયો છે આંકડાનો હાર છે જેમાં વાદળી રંગથી રામ લખેલું છે આ હાર બગસરાથી એક હરિભક્તે મોકલ્યો છે દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image