કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલી ખાતે “આર્ટ ઓફ હાર્ટ " NGOના સહયોગથી CPR ટ્રેનીંગનું આયોજન કરાયું - At This Time

કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલી ખાતે “આર્ટ ઓફ હાર્ટ ” NGOના સહયોગથી CPR ટ્રેનીંગનું આયોજન કરાયું


અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે “આર્ટ ઓફ હાર્ટ " NGOના સહયોગથી CPR ટ્રેનીંગનું આયોજન કરાયું હતું. આ ટ્રેનીંગ આપવા માટે “આર્ટ ઓફ હાર્ટ " NGOના ફાઉન્ડર ઝૈનબ કપાસી ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફમિત્રોને CPRની તાલીમ આપવામાં આવી. સડન કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ એટેકના સંજોગોમાં દર્દીને તાત્કાલિક સારવાર આપીને તેનું જીવન કેવી રીતે બચાવી શકાય તેની પ્રેક્ટીકલ તાલીમ ઝૈનબ કપાસી દ્વારા તથા સંસ્થાના વડા શબ્બીર કપાસી દ્વારા વિદ્યાર્થીઓને આપવાંમાં આવી હતી. ટ્રેનીંગ ખુબજ ઉપયોગી રહી હતી અને વિદ્યાર્થીઓએ તેનો પ્રેક્ટીકલ અનુભવ પણ કર્યો હતો. આ ટ્રેનીગનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. એમ. એમ. પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં વાઈસ પ્રિન્સીપાલ ડો. એ. કે. વાળા સાહેબ તથા  પ્રો. ડો. એ. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેનીંગ પ્રોગ્રામનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ IQAC કો-ઓર્ડીનેટર ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.