રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી” ની રચના કરવામાં આવેલ છે.
રાજકોટ શહેર તા.૧૮/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ગત તા.૧૬/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ઇન્દિરા સર્કલ પાસેના ટ્રાફિક જંકશન પાસે સિટી બસ દ્વારા સર્જાયેલ દુઃખદ અકસ્માતને ગંભીરતાથી ધ્યાને લઈ અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરવા અને તેના તારણોના આધારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી” ની રચના કરવામાં આવે છે. આ કમિટીમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. (1) નાયબ કમિશનર, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા (અધ્યક્ષ) (2) જનરલ મેનેજર, રાજકોટ રાજપથ.લી. (સહ-અધ્યક્ષ) (3) મેનેજર, આર.આર.એલ. (સભ્ય સચિવ) સીટી એન્જીનીયર, રોશની શાખા (સભ્ય) (5) સીટી એન્જીનીયર, મીકેનીકલ વર્કશોપ શાખા (સભ્ય) (6) ACP વેસ્ટ, રાજકોટ શહેર પોલીસ વિભાગ (સભ્ય) (7) RTO ઓફિસર, રાજકોટ RTO વિભાગ (સભ્ય) (8) ટેકનિકલ એક્સપર્ટ, સેપ્ટ યુનિવર્સિટી (સભ્ય) (9) ટેકનિકલ એક્સપર્ટ, SVNIT (સભ્ય) (10) ટેકનિકલ એક્સપર્ટ, મિકેનિકલ વિભાગ, GEC રાજકોટ (સભ્ય) (11) ટેકનિકલ એક્સપર્ટ, IRClass (સભ્ય), ઉકત કિંમટી દ્વારા અકસ્માતને લગત આનુષંગિક તમામ ટેકનિકલ, કાયદાકીય, પાસાઓને આવરી લઇ અકસ્માતનું કારણ અને તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ ૧ મહિનામાં રજૂ કરશે. ભવિષ્યમાં લેવા માટે જરૂરી સુધારાત્મક પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ ૩ મહિનામાં રજૂ કરશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
