મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – બોટાદ
તા.0૪, સપ્ટેમ્બર ૨૦૨૨ને રવિવારે બોટાદ જિલ્લામાં ખાસ સુધારણા ઝુંબેશ યોજાશે
દેશનાં ચૂંટણી પંચ દ્વારા તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ થી તા.૧૧ સપ્ટેમ્બર ર૦૨૨ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે તા. 0૪ સપ્ટેમ્બર ૨૦૨૨ને રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ- BLO સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહી તા.૦૧ /૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારોના નામની નોંધણી કરશે. ઉપરાંત આ ખાસ ઝુંબેશમાં મતદારયાદી સંબંધિત હક્ક-દાવાઓ પણ સ્વીકારવામાં આવશે. ૧૮ વર્ષથી વધુ વયના પાત્રતા ધરાવતા યુવાનો પોતાના નામની નોંધણી કરાવે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ બોટાદ કલેકટરશ્રી બી.એ.શાહ દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત મતદારો પોતાના નામની નોંધણી તથા હક્ક-દાવાઓ નીચે આપેલાં ઓનલાઇન પ્લેટફોર્મથી પણ રજૂ કરી શકે છે. (૧) www.nvsp.in, (૨) www.nvsp.in, (૩)Voter Helpline Mobile App (Android / los) GARUDA APP (BLO મારફત) આ બાબતે વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પરથી તથા જિલ્લામાં આવેલી તમામ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીઓ ખાતેથી જાણકારી મેળવી શકાશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.