સાળંગપુરમાં 150 કરોડથી વધુના ખર્ચે 1 હજાર રૂમવાળું હાઇટેક ગેસ્ટ હાઉસ બની રહ્યું છે, 20 વિઘા જમીનમાં આકાર લઈ રહ્યું છે પતંગિયા જેવી ડિઝાઈનનું બિલ્ડિંગ - At This Time

સાળંગપુરમાં 150 કરોડથી વધુના ખર્ચે 1 હજાર રૂમવાળું હાઇટેક ગેસ્ટ હાઉસ બની રહ્યું છે, 20 વિઘા જમીનમાં આકાર લઈ રહ્યું છે પતંગિયા જેવી ડિઝાઈનનું બિલ્ડિંગ


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય એ પછી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ હવે હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 1000થી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યું છે. 20 વિઘામાં પથરાયેલાં પતંગિયા જેવી ડિઝાઈવાળા આ ગેસ્ટ હાઉસમાં એકસાથે 4 હજારથી વધુ લોકો આરામથી રહી શકશે ત્યારે આ રાજમહેલ જેવી ડિઝાઈનવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અંગે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ રસપ્રદ વિગત શેર કરી હતી હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ''અત્યારે અમારે ત્યાં 700 રૂમનું જે ગેસ્ટ હાઉસ છે તે દરરોજ ફુલ થઈ જાય છે. જે બાદ અમે 1 હજારથી વધુ રૂમવાળું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા છીએ જેનું નામ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન છે કદાચ મારા માનવા પ્રમાણે ધાર્મિક સ્થળોમાં આવડું મોટું એક જ બિલ્ડિંગ અને તેમાં પણ 1 હજારથી વધુ રૂમ VIP હોય એવું ક્યાંય હશે નહીં. જેનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે આગામી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરને 175 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે બને ત્યાં સુધી જેટલાં રૂમ તૈયાર થાય એટલા રૂમ એમાં ભક્તોને સગવડતા આપી શકીએ હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ''આની સૌથી મોટી ખાસિયત છે કે, એક જ બિલ્ડિંગમાં એક હજારથી વધુ રૂમ છે. તમામ રૂમમાંથી મંદિર, ભોજનાલય અને તળાવના સરસ વ્યૂ જોવા મળશે. આ સાથે જ તમામ રૂમ ફુલ હવા-ઉજાશવાળા છે.આખું બિલ્ડિંગ તૈયાર થયા બાદ રાજમહેલ જેવું દેખાશે આ યાત્રિક ભવનની ડિઝાઈન બે-ત્રણ વખત બનાવવામાં આવી પણ અમુક ડિઝાઈન પસંદ આવી નહીં. આ પછી બટરફ્લાયવાળી ડિઝાઈન અમે ફાઇનલ કરી હતી જેમાં એન્ટ્રી પહેલાં પાછળ હતી તેમાં પણ અમે ફેરફાર કર્યો છે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ''આ બિલ્ડિંગમાં આવવા માટે ટ્રાફિક જરાપણ નડશે નહીં. ગેસ્ટ હાઉસમાં આવવા માટેનો રસ્તો મેઇન હાઇવેથી જ આપવામાં આવ્યો છે જેટલું વ્હાઇટ હાઉસથી મંદિર દૂર થાય એટલું જ આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન દૂર થાય એ માટે અમે વચ્ચેથી રસ્તો સીધો મંદિરે આવે તે મુજબ બનાવીશું જેમાં ભોજનાલય પણ નજીક પડશે ગેસ્ટ હાઉસની વિશેષતા અંગે હરિપ્રકાશ સ્વામી જણાવ્યું હતું કે ''આખા બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર અલગ અલગ સાઇઝની કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત સર્વન્ટ રૂમ સહિત 40 સ્યૂટ બનાવાશે દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે, જેમાં એકસાથે 100થી વધુ લોકો રિલેક્સ થઈ શકશે કુલ 1,80, 000 સ્ક્વેરફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઇટેક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. આખું બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે, જે 100 ટકા ભૂકંપ પ્રૂફ હશે એટલું જ નહીં, બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો એની અંદર રહેલી વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં આ ઉપરાંત બિલ્ડિંગની ઇન્સાઇડમાં 500 અને આઉટસાઇડ 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે 160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલા રિસેપ્સશન એરિયામાં ઇન્ક્વાયરી ઓફિસ અને વેઇટિંગ લોન્ઝ હશે, જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે આ ઉપરાંત દરેક ફ્લોર પર બનાવવામાં આવનારા વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ પણ થઈ શકશે એટલું જ નહીં, દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોઇલેટ-બાથરૂમની સુવિધા પણ હશે. તો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40, 000 સ્ક્વેરફૂટમાં મેઇન એન્ટ્રન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે એ માટેનો હાઇટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે આ ઉપરાંત એની બાજુમાં કોન્ફરન્સ રૂમ, મેનેજમેન્ટ ઓફિસ હશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.