સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થાનગઢ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ* - At This Time

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થાનગઢ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ*


આજે બાળકોના સ્વપ્નમાં ચિત્ર ઉપસતું હોય ત્યારે ચિત્ર દોરીને સર્જનાત્મકશક્તિ ખીલવવા માટે સ્વપ્ન જોવાની હિંમત *ડેર ટુ ડ્રીમના* પ્રોજેક્ટ અંતર્ગત પીસપોસ્ટર ચિત્ર સ્પર્ધા લાયન્સ ક્લબ થાનગઢ દ્વારા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં યોજવામાં આવી ચિત્ર માર્ગદર્શન સોનાદીદી, ઋત્વીદીદી,પ્રીતિદીદી, પારૂલદીદી તેમજ અન્ય દીદીઓ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું ચિત્ર સ્પર્ધામાં ધોરણ-5થી8 ના 70 બાળકોએ ભાગ લીધો જે ચિત્રસ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીયસ્થાને આવનારને તેમજ વિદ્યાલયને સર્ટીફીકેટ એનાયત કરાશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થાનગઢ દ્વારા બાળકોને કાર્ડ સીટ તેમજ ચિત્રપૂરણી માટે રંગો ભેટ આપવામાં આવ્યા આ પોસ્ટર ચિત્રસ્પર્ધામાં પ્રધાનાચાર્ય શ્રી હસમુખગુરૂજી, સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરૂજી,લાયન્સ મેમ્બર શ્રી હીરાભાઈ મીર(ભરવાડ), ટ્રસ્ટીશ્રી નીતિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થાનગઢ રીજીયન ચેરમેન શ્રી ધર્મવીરસિંહ જાડેજા, પ્રમુખશ્રી કિરીટભાઈ પ્રજાપતિ, સેક્રેટરીશ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વપ્રમુખશ્રી પ્રવીણભાઈ પુજારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થાનગઢ દ્વારા ચિત્ર પોસ્ટર સ્પર્ધા સફળ બની

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.