તંત્ર ઘોર નિંદ્રામાં: હિંમતનગરમાં પોલિટેકનિક ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર આડેધડ પાર્કિંગ - At This Time

તંત્ર ઘોર નિંદ્રામાં: હિંમતનગરમાં પોલિટેકનિક ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર આડેધડ પાર્કિંગ


હિંમતનગર|હિંમતનગર શહેરના મોતીપુરાથી સહકારીજીન તરફ જતાં હાઇવે પર પોલિટેકનિક ચાર રસ્તા પાસે સર્વિસ રોડનો ઉપયોગ આડેધડ પાર્કિંગ તથા મોટા મોલની ગાડીઓના ગેરકાયદે પાર્કિંગ માટે થતો હોવાથી ટ્રાફિકની સમસ્યા સાથે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. સર્વિસ રોડની ચારે તરફ વાહનોના આડેધડ પાર્કિંગને લઈ સર્વિસ રોડ બ્લોક થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સર્વિસ રોડ પર ગેરકાયદેસર દબાણ અને પાર્કિંગથી લોકોને મુશ્કેલી પડી રહી છે તેમ છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.