ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર તાલુકામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ધારાસભ્યની અપીલ. - At This Time

ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર તાલુકામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ધારાસભ્યની અપીલ.


ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર તાલુકામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ધારાસભ્યની અપીલ.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાના 18 પ્રકારના વ્યવસાયિ કારીગરોને લાભ આપવા રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી દ્વવારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર તાલુકાની પ્રજાને જણાવવામાં આવ્યું છે જેનો શુભારંભ ધંધુકા થી કરવામાં આવ્યો છે. તમામ તાલુકામાં શિલ્પકારો અને કારીગરોને સહાય આપતી યોજનાનું રજીસ્ટ્રેશન કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય વ્યવસાયિ કારીગરોને સહાય લોન આપી વધુ પગભર કરવાની કલ્યાણકારી યોજનાનો વધુમાં વધુ લાભાર્થીને લાભ મળે તે માટે ધંધુકા ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ અપીલ કરી હતી. જેના રજીસ્ટ્રેશનની કામગીરી માટે સંગઠનોના હોદેદારો, આગેવાનો, કાર્યકરોને તેમના વિસ્તારમાં લાભાર્થીઓને માહિતગાર કરી સક્રિય રીતે કામગીરી ઉપાડી લેવા પણ અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તમામ યોજનાઓ વિધાનસભાના ગામડાઓ સુધી પહોંચે અને લોકો તેનો લાભ પ્રાપ્ત કરે તેવા હંમેશા પ્રયત્નો રહેશેની માહિતી આપી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.