પંચમહાલ જિલ્લામાં જુના શિક્ષકો માટે ભલામણપત્ર અને નિમણૂક આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ,
પંચમહાલ જિલ્લામાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા આયોજીત જુના શિક્ષક ભરતી પ્રક્રિયાના ભલામણ પત્ર અને નિમણૂક પત્ર વિતરણનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા રાજય સંચાલક મંડળના મહામંત્રી પી.ડી.સોલંકીના અધ્યક્ષસ્થાને ગોધરાની તેલંગ સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં જુદા જુદા જિલ્લાના કુલ ૫૨ ઉમેદવારના ભલામણ પત્ર અને નિમણૂંક આદેશ આપવામાં આવ્યા છે.
આ વેળાએ જિલ્લાની વિવિધ શાળાઓના સંચાલકઓ, આચાર્યઓ, વિવિધ સંઘના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા હતા. વતનના જિલ્લામાં નિમણૂક મેળવનાર તમામ ઉમેદવારોએ શિક્ષણ વિભાગ અને સરકારશ્રીનો આ બદલી માટે આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી તેમ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
