અમરેલીમાં વિજયભાઈ રાઠોડનું નિધન: ગુરૂવારે અમરેલીમાં શુક્રવારે જસદણમાં બેસણું - At This Time

અમરેલીમાં વિજયભાઈ રાઠોડનું નિધન: ગુરૂવારે અમરેલીમાં શુક્રવારે જસદણમાં બેસણું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
અમરેલી નિવાસી લુહાર વિજયભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૪૪) તે કલ્પેશભાઈના ભાઈ કોમલબેનના પતિ પાર્થિવ, વૈભવના પિતા પ્રવીણભાઈ પરમાર (જસદણ) ના જમાઈ હિરેનભાઈના બનેવી તા.૨૨ના રોજ અમરેલી મુકામે નિધન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના રોજ શિવ શક્તિ ફર્નિચરમાં (આખો દિવસ)લાઠી રોડ અમરેલી ખાતે જસદણમાં શુક્રવારે સાંજે ૪ થી ૬ વીંછિયા રોડ પરમાર પરિવારના ચામુંડા માતાજીના મઢના હોલમાં રાખવામાં આવેલ છે. સદ્દગત બહોળુ મિત્ર મંડળ અને પરોપકારી ધાર્મિક હોય તેઓ ચાણોદ નર્મદા કિનારે પિતૃકાર્યમાં સ્નાન માટે ગયાં હોય ત્યાં તેમનું ડુબી જવાથી મૃત્યુ થયું હતું. તેમના નિધનના પગલે સૌરાષ્ટ્રના લુહાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image