ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ:જૂની બિલ્ડિંગોને મૂળ સ્થિતિમાં જ રાખવાની મોદીની ગેરંટી - At This Time

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ:જૂની બિલ્ડિંગોને મૂળ સ્થિતિમાં જ રાખવાની મોદીની ગેરંટી


અમદાવાદના ગાંધી આશ્રમમાં આજે 12 માર્ચ 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ કરવાનું છે. ત્યારે PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો હતો, બાદમાં સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. PM મોદી અમદાવાદના તમામ કાર્યક્રમો પતાવીને રાજસ્થાન જવા રવાના થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.