રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે પાટોત્સવ ઉજવવાની તૈયારીઓ
રાજુલા ગાયત્રી શક્તિપીઠ નો 41 મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
હરિદ્વાર શાંતિકુંજ નેજા હેઠળ અને રાજુલા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી શક્તિ પીઠનો 41 નો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાવા તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આ પાટોત્સવ તારીખ 25.04.2025 ના રોજ ગાયત્રી શક્તિપીઠ નો પાટોત્સવ ઉજવશે તેમાં 24 તારીખે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ 25 તારીખે સવારે 6:00 કલાકે મૂર્તિ પૂજન ધ્વજારોહણ અને 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આ 24 કુંડી યજ્ઞમાં 24 દંપત્તિને બદલે ડબલ બેસાડવા પડે એટલા નામ નોંધાઈ રહ્યા છે આ મહાયજ્ઞ સવારે 9:00 થી 12 વાગ્યા સુધી રહેશે તેમજ સાંજના સાત કલાકે ગાયત્રી પરિવાર ના ભાઈ બહેનો તેમજ રાજુલા શહેરના અગ્રણી ઓ વેપારીઓ અધિકારીઓ સાંજે 7:00 કલાકે લગભગ 500 ઉપર વ્યક્તિઓ ભોજન પ્રસાદ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ ગાયત્રી શક્તિપીઠમાં 40 વર્ષથી રોજ સવારે છ કલાકથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વિના મૂલ્ય કરવામાં આવે છે અનેક ભાઈ બહેનો બાળકો આ ઉકાળાનું સેવન કરતાં જોવા મળે છે તેમજ સવારે 6:00 કલાકે આરતી થયા બાદ સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી નિયમિત ગાયત્રી યજ્ઞ યજ્ઞશાળામાં યોજવામાં આવે છે તેમાં પણ અનેક ભાઈ બહેનો લાભ લેતા હોય છે આ શક્તિપીઠમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગર્ભાધાન સંસ્કાર નામકરણ સંસ્કાર લગ્ન વિધિ બાળકોને સુવર્ણપ્રાસ તેમજ સવાર સાંજ યોગ સાધના બહેનો દ્વારા કરવામાં આવે છે તેમજ ગાયત્રી શક્તિપીઠના મહિલા મંડળના બહેનો દ્વારા અનેક કાર્યક્રમ કરીને અને એ કાર્યક્રમમાં જે બચત થાય છે તે ગાયત્રી શક્તિપીઠમાં વોટર કુલર ડિજિટલ મોરના ટહુકા વાળા સંગીત સાધનો આ શક્તિપીઠ ને અર્પણ કરવામાં આવેલ છે તે ઉપરાંત હરિદ્વારથી જે કાર્યક્રમ જાહેર કરવામાં આવે તે દરેક ભાઈ બહેનો પરિજનો હોશે હોશે આ તમામ કાર્યક્રમ માં ભાગ લેતા હોય છે એમ જ શક્તિપીઠ ના હોલમાં દર મહિને વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પ તેમજ વિનામૂલ્ય ઓપરેશન પણ કરી આપવામાં આવે છે જેમાં સેંકડો ની સંખ્યામાં જરૂરિયાત મંદ લોકો લાભ લે છે તેમજ આ કેમ્પમાં આયુર્વેદિક હોમિયોપેથિક ગાયનેક ડોક્ટરો પોતાની વિશેષ સેવા આપે છે અને વિનામૂલ્યે તપાસ કરીને વિનામૂલ્ય જરૂરિયાત પૂરતી દવાઓ પણ આપવામાં આવે છે આ શક્તિપીઠમાં દર મહિને એકવાર શિવાનંદ મિશન વીરનગર નો કેમ્પ હોય છે તેમજ એક મહિનો સુદર્શન નેત્રાલય હોસ્પિટલ અમરેલી નો કેમ્પ હોય છે આંખના રોગોની તમામ સારવાર વિના મુલ્યે કરવામાં આવે છે તેમજ કેમ્પમાં સુદર્શન નેત્રાલય અમરેલીના ડોક્ટર ટીમ દ્વારા કેમ્પ યોજાયો તેમાં 447 દર્દી તપાસવામાં આવ્યા હતા અને તેમાંથી 156 મોતિયાના ઓપરેશન વિના મુલ્ય કરી આપવામાં આવ્યા હતા તેમજ આ મંદિર વિવિધ અનેક લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેવું આ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની યાદી જણાવે છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
