કલામ કેમ્પસના વિધાર્થીઓએ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૧૫ થી વધુ દેશોના લોકો વચ્ચે  પ્રેઝન્ટેશન રજૂ કર્યું. - At This Time

કલામ કેમ્પસના વિધાર્થીઓએ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૧૫ થી વધુ દેશોના લોકો વચ્ચે  પ્રેઝન્ટેશન રજૂ કર્યું.


કલામ કેમ્પસના વિધાર્થીઓએ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૧૫ થી વધુ દેશોના લોકો વચ્ચે  પ્રેઝન્ટેશન રજૂ કર્યું.

અમરેલી કલામ કેમ્પસના વિધાર્થીઓએ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૧૫ થી વધુ દેશોના લોકો વચ્ચે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ અમરેલીના વિધાર્થીઓએ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રાસરૂટ એન્ડ ઈનોવેશનની અંદર કલામ કેમ્પસ ખાતે રહેલ સ્ટાર્ટ અપ સ્ટુડીઓ વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. શાળામાં રહેલ સ્ટાર્ટ અપ સ્ટુડીઓની અંદર ૧૩-૧૪ વર્ષના વિધાર્થીઓ ધંધો કરી રહ્યા છે અને પોતાના વાલીઓને આર્થિક રીતે સહયોગ પણ કરી રહ્યા છે. શાળાના વિધાર્થીઓ દ્વારા છેલ્લા ૬ મહિનાની અંદર ૬ લાખથી વધુ કિંમતનો ધંધો એમણે આ સ્ટાર્ટ અપ સ્ટુડીઓના માધ્યમથી કર્યો છે. આ સમગ્ર કાર્યક્રમ વિશે તેમણે કલામ યૂથ સેન્ટરના કાર્યો વિશે અંદાજિત ૧૫ થી વધુ દેશોના લોકોની સામે આ વિચાર અને તેમના કાર્યોની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
દેશ-વિદેશના લોકોએ કલામ યૂથ સેન્ટરના વિધાર્થીઓની પ્રવૃતિને ખૂબ બિરદાવી હતી અને ભવિષ્યમાં નવી નવી પ્રવૃતિ કરવામાં માટે માર્ગદર્શન પણ પૂરું પાડયું હતું અમરેલી જેવા નાના એવા શહેરના વિધાર્થીઓ દ્વારા આજે આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ડો. કલમ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા આપવામાં આવેલી આ વિશેષ તક ભવિષ્યના ઉમદા ઉદ્યોગ સાહસિકો ઉભા કરવાનું કામ કરશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image