અમદાવાદ: ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, ભારે દોડધામ
અમદાવાદ:
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે અફરાતફરી સર્જાઈ, જ્યારે લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરાવવા આવેલી પોલીસ પર પથ્થરમારો થયો.
મળતી માહિતી મુજબ, મોટા અવાજે ડીજે વગાડાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી, અને પોલીસે સમસ્યા શાંતિકપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ જાનૈયાઓ ડીજે બંધ કરવા રાજી થયા નહીં, જેના કારણે તંગદિલી સર્જાઈ. બોલાચાલી વધતા અચાનક કેટલાક શખ્સોએ પોલીસ પર પથ્થર ફેંક્યા, અને સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને સ્થિતિને કાબૂમાં લીધી. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને પથ્થરમારો કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝોન-7ના DCP શિવમ વર્માએ જણાવ્યું કે હાલ વિસ્તાર શાંત છે, અને કોઈ પોલીસકર્મી ઈજાગ્રસ્ત નથી.
પોલીસે રાયટિંગની ફરિયાદ નોંધાવી, અને વધુ તપાસ ચાલુ છે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
