'હર-હર શંભુ' ભજન ગાઈને ચર્ચામાં આવેલા ફરમાની નાઝની સંઘર્ષથી સફળતા સુધીની સફર... - At This Time

‘હર-હર શંભુ’ ભજન ગાઈને ચર્ચામાં આવેલા ફરમાની નાઝની સંઘર્ષથી સફળતા સુધીની સફર…


નવી દિલ્હી, તા. 03 ઓગસ્ટ 2022 બુધવારશિવ ભજન હર-હર શંભુ ગાઈને ચર્ચામાં આવનાર ફરમાની નાઝની સફળતાની કહાની તો તમે સાંભળી હશે પરંતુ અમે તમને સંઘર્ષની તે કહાની વિશે આજે આપને જણાવીશુ. જેને વાંચીને તમે કહેશો કે ફરમાની અમને તમારી ઉપર ગર્વ છે. એક સમય હતો જ્યારે ફરમાની પાસે પોતાના દીકરાને દૂધ પીવડાવવા માટે રૂપિયા નહોતા અને આજનો સમય છે કે તેમની પાસે બધુ જ છે. આખરે કેવી રીતે ત્રણ વર્ષમાં ફરમાનીનુ જીવન બદલાઈ ગયુ.કહાનીની શરૂઆત કર્યા પહેલા ફરમાની નાઝના માતા-પિતાની આર્થિક સ્થિતિ વિશે જાણીએ. મુઝફ્ફરનગરના ખતૌલી કસ્બામાં રહેતા ફરમાની નાઝના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી પરંતુ તેમ છતાં તેમણે લોન લઈને દિકરી ફરમાનીના લગ્ન ધામધૂમથી કર્યા. લગ્ન માટે લાખો રૂપિયા લોન લેવામાં આવી. લગ્ન થયા બાદ ફરમાની પોતાના સાસરે જતી રહી પરંતુ પતિ તેને હેરાન કરવા લાગ્યો. 2019માં ફરમાનીએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ દિકરાના નાક અને મોઢામાં છિદ્ર હતુ. આને જોઈને સાસરિયા ભડકી ગયા, પછી ફરમાની પાસે પિયરમાંથી દહેજ લાવવાની માગ કરવા લાગ્યા. પિયરની આર્થિક સ્થિતિ જોઈને ફરમાની અત્યાચાર સહન કરતા રહ્યા, પરંતુ સહનશક્તિ ખૂટી ગઈ અને તેઓ પોતાના એક મહિનાના દિકરાને લઈને પિયર આવી ગયા. ફરમાનીનુ કહેવુ છે કે લગ્ન બાદ પણ પતિ બીજી મહિલા સાથે વાત કરતો હતો. ફરમાની પિયર તો આવી ગયા પરંતુ ત્યાંની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. શરૂઆતમાં તેણે પોતાની પાસે બચેલા એકાદ-બે દાગીના વેચ્યા અને બાળકનો ઉછેર કરવા લાગ્યા પરંતુ અમુક દિવસ બાદ રૂપિયા પૂરા થઈ ગયા. હવે ફરમાનીની પાસે પોતાના પુત્રને દૂધ પીવડાવવા માટે રૂપિયા નહોતા. આ દરમિયાન ફરમાનીના માતાએ યુટ્યુબ ચેનલ ચલાવનારા રાહુલ મુલહેડા સાથે મુલાકાત કરી અને ફરમાની પાસે ગીત ગવડાવવાની રજૂઆત કરી. રાહુલ મુલહેડાએ ફરમાનીને 25 હજાર રૂપિયાનો પગાર અને સાથે જ બાળકની સારવારનો સંપૂર્ણ ખર્ચ અને બાળકના દૂધના અલગથી રૂપિયા આપવાનુ વચન આપ્યુ. જે બાદ ફરમાની નાઝનુ એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યુ. ફરમાનીનુ પહેલુ ગીત ચૂલ્હે પર રેકોર્ડ કરવામાં આવ્યુ. આ વીડિયોને ત્રણ દિવસમાં 10 મિલિયન વ્યૂ મળ્યા હતા. જે બાદ એક બાદ એક ઘણા ગીત અમે રેકોર્ડ થયા અને ફરમાની નાઝ પોપ્યુલર થતા ગયા.2020માં રાહુલએ પોતાની યુટ્યુબ ચેનલનુ નામ ફરમાની નાઝ સિંગર કરી દીધુ. 2020માં ફરમાની નાઝ મુંબઈમાં કુમાર સાનૂની સાથે એક બોલીવુડ સોન્ગ ગાવા ગઈ, જે માટે તેમને 45 હજાર રૂપિયા મળ્યા. 2020માં ઈન્ડિય આઈડલનુ ઓડિશન આપ્યુ અને તે જ સમયે ગોલ્ડન ટિકિટ મળી ગઈ પરંતુ અંતિમ સમયે તેમના દિકરાની સારવાર શરૂ થઈ ગઈ જેના કારણે તેઓ મુંબઈ પહોંચી શક્યા નહીં. બાળકની સારવાર બાદ ફરમાનીના જીવનમાં ખુશી આવી ગઈ. ફરમાનીનુ ગીત એક બાદ એક સુપરહિટ થઈ રહ્યુ હતુ. રાહુલે તેમનો પગાર વધારીને 35 હજાર કરી દીધી. આ દરમિયાન રાહુલે નાઝ ભક્તિ, નાઝ નઝ્મ અને નાઝ મ્યુઝિક નામથી ત્રણ વધુ યુ-ટ્યુબ ચેનલની શરૂઆત કરી. આ ત્રણેય ચેનલમાં રાહુલ, ફરમાની અને ફરમાન પાર્ટનર છે અને તેમની કમાણી ત્રણેયમાં વહેંચાય છે. જોકે હજુ પણ ફરમાની નાઝ સિંગર યુટ્યુબ ચેનલમાંથી ફરમાનીને 35 હજાર રૂપિયા પ્રતિ મહિનાની સેલરી મળે છે.2019ના ઓક્ટોબરમાં જે ફરમાની નાઝની પાસે પોતાના દિકરાને દૂધ પીવડાવવાના રૂપિયા નહોતા, તેણે 2022 આવતા-આવતા પોતાના લગ્નમાં દહેજમાં આપવામાં આવેલા લગભગ 8 લાખ રૂપિયાનુ દેવુ ચૂકવી દીધુ છે. આ સાથે જ પિયરમાં પોતાના ઘરને બનાવ્યુ, જેની પર લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો. હવે ફરમાની નાઝ ખતૌલીમાં પોતાનો આશિયાના બનાવવાનુ પ્લાનિંગ કરી રહી છે. ફરમાની નાઝ માટે રાહુલે ખતૌલીમાં એક સ્ટુડિયો પણ બનાવ્યુ છે. જેની કિંમત લગભગ 1 કરોડ છે.ફરમાની કલાકાર તરીકે ભક્તિ ગીતની સાથે સાથે કવ્વાલી અને બોલીવુડ ગીત ગાય છે. તેમની ફેન ફોલોઈંગ વધતી જઈ રહી છે. ફરમાન નાઝ સિંગર યુટ્યુબ ચેનલ પર અત્યારે 40 લાખ સબસ્ક્રાઈબર છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.