વીજચોરો સામે તંત્રની લાલ આંખ બોટાદ જિલ્લામાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા,લાખોની વીજચોરી પકડાઈ - At This Time

વીજચોરો સામે તંત્રની લાલ આંખ બોટાદ જિલ્લામાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા,લાખોની વીજચોરી પકડાઈ


વીજચોરો સામે તંત્રની લાલ આંખ બોટાદ જિલ્લામાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા,લાખોની વીજચોરી પકડાઈ

બોટાદ પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી હેઠળ તા.૦૫.૦૨.૨૦૨૪થી તા.૦૯.૦૨.૨૪ સુધી અધિક્ષક ઈજનેરનાં માર્ગદર્શન હેઠળ વીજચોરી પકડવા વિવિધ ડ્રાઈવ યોજવામાં આવી હતી.બોટાદ,બરવાળા,રાણપુર,પાળીયાદ,ગઢડા અને ઢસા ખાતે પોલીસ તેમજ તેમજ એસ.આર.પી.જવાનોને સાથે રાખીને ઘર વપરાશના કુલ ૧,૮૩૫ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં.જેમાં ૩૩૪ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ.૭૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.જ્યારે વાણીજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક હેતુના કુલ ૧૧ વીજ જોડાણો ચેક કરાયા હતા,જેમાંથી ૦૨ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આમ,૧૩૧ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યા હતા.જેમાં કુલ ૧,૮૫૬ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા.તેમાંથી કુલ ૩૩૮ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૭૫ લાખની વીજચોરીનાં દંડ ફટકારવામાં આવ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.