બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ૨૨ જાન્યુઆરી થી ૮ ફેબ્રુઆરી પખવાડિયા ની ઉજવણી - At This Time

બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ૨૨ જાન્યુઆરી થી ૮ ફેબ્રુઆરી પખવાડિયા ની ઉજવણી


બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ૨૨ જાન્યુઆરી થી ૮ ફેબ્રુઆરી પખવાડિયા ની ઉજવણી

અમરેલી. જીલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના ના ૧૦ વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે ૨૨ જાન્યુઆરી થી ૮ ફેબ્રુઆરી સુધી ઉજવવાના થતા પખવાડિયા ની ઉજવણી મુજબ અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામમાં ગ્રામ પંચાયત માં કિશોરીઓ સાથે જાગ્રુતિકરણ કાર્યક્રમનું આયોજન કરેલ
આ કાર્યક્રમ માં સરપંચ શ્રી ભાવના નાથાલાલ
સુખડીયા તેમજ ઉપસરપંચ રમીલાબેન સોલડીયા તેમજ DHEW સ્ટાફ મીનાક્ષીબેન પંડયા જાનાબેન ગૌચર OSC સ્ટાફ PBSC કાઉન્સેલર રોશનીબેન મચ્છર હાજર રહેલ આ કાર્યક્રમ માં મહિલા અને બાળ અઘિકારી કચેરી ની યોજનાઓ ની માહીતી આપેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર તેમજ મહિલા સહાયતા કેન્દ્ર વિષે માહીતી આપેલ. તેમજ દિકરી વધામણા કિટ વિતરણ કરેલ તેમજ ટુર ડાયરી મુજબ સરપંચ ની મુલાકાત કરેલ જીલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અમરેલી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image