મેંદરડા: દિપાલી પાર્ક મંગલેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં મહીલા સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું આયોજન
મેંદરડા: દિપાલી પાર્ક મંગલેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
રહીશો અને મહીલા સત્સંગ મંડળ દ્વારા સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું
મેંદરડા શહેરના સાસણ રોડ પર આવેલ દિપાલી પાર્ક સોસાયટીના રહેવાસીઓ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા મંગલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ તા.૧૭/૪/૨૦૨૫ થી તા.૨૩/૪/૨૦૨૫ દરમ્યાન કથા પ્રારંભ કરવામાં આવશે જેમાં સૌપ્રથમ પોથીયાત્રા રામજી મંદિરથી ઢોલ નગારા શરણાઈ સાથે વાજતે ગાજતે મંગલેશ્વર મહાદેવ મંદિરે કથા મંડપમાં પધરામણી કરવામાં આવશે ત્યારબાદ વિધિવત પૂજન અર્ચન કરી કથા પ્રારંભ કરવામાં આવશે
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો રસપાન શાસ્ત્રી જયેશભાઈ ભટ્ટ અને ધર્મેશભાઈ ભટ્ટ દ્વારા વ્યાસપીઠ પરથી ભાવી ભક્તોને બપોરે ૩ વાગ્યા થી ૬ વાગ્યા સુધી કથાનું રસપાન પીરસવા માં આવશે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં પ્રારંભથી લઈ પૂર્ણાહુતિ દરમ્યાન અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે
દિપાલી પાર્ક સોસાયટી ના રહીસો અને મહિલા સત્સંગ મંડળ ના સરોજબેન, પન્નાબેન,મીનાબેન,પ્રફુલાબેન સહિતની બહેનો અને દિપાલી પાર્ક સોસાયટી દ્વારા સમગ્ર સનાતન હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બાળકો સહિત નાઓને આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
