સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ
*સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ*
*********
*જિલ્લામાં રૂ.૧૭૬૫૨.૮૩ લાખના ખર્ચે ૧૭૬ ગામોની પાણીની યોજનાઓ મંજુર કરાઇ*
**************
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
ઇડરના વિરપુર ખાતે નવ નિયુક્ત જવાહર નવોદય વિધ્યાલયમાં પાણીના સંપની કામગીરી પૂર્ણ કરાઇ છે.તે બદલ કલેક્ટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હિંમતનગરના દલપુરની પાણીની માંગણી સામે કુલ ૧૪.૮૨ લાખની નવીન યોજનાની વહિવટી મંજુરી આપવામાં આવી હતી.તે આ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી હતી.
જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પ્રાંતિજની એક, તલોદની બે, ઇડરની ચાર, ખેડબ્રહ્માની ૪૮,પોશીનાની ૫૫, અને વિજયનગરની ૭૭ એમ કુલ ૧૮૭ પાણીની યોજનાની સુધારેલી વહીવટી મંજૂરી આપવા રજૂઆત કરાઈ હતી. યોજનાઓની વિગતો તપાસીને ૧૭૬ ગામોની કુલ ૧૮૭ યોજનાઓની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ વીજળી કરણ,પ્રાઇઝ વેરીએશન તેમજ જરૂરીયાત મુજબના ખુટતા ઘટકોનો સમાવેશ કરવા રૂ.૪૭૬૩.૨૦ લાખનો ખર્ચ યોજનાઓની પાછળ કરવામાં આવ્યો છે.
જિલ્લાની ૩૯ શાળામાં પાણીની સમસ્યા અંગે કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરાઇ છે.જિલ્લામાં પાણી સંગ્રહ દરમિયાન નિયમિત પણે ક્લોરીનેશનની ચકાસણી થાય છે કે કેમ,પાઇપલાઇ જોડાણ , સંપ, જી.ઇ.બી કનેક્શન, ઉંચી ટાંકી, બોર,કૂવા અંગેના પ્રશ્નોની વિસ્તારે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, ડી.આર.ડી.એ નિયામકશ્રી પાટીદાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછાર,તથા સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
**************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.