ધંધુકાના વાગડ ગામે વીજ ટીમ ઉપર ટોળાનો હુમલો - At This Time

ધંધુકાના વાગડ ગામે વીજ ટીમ ઉપર ટોળાનો હુમલો


અમદાવાદ જીલ્લા ના ધંધુકાના વાગડ ગામે વીજ ટીમ ઉપર ટોળાનો હુમલો
ત્રણ ઔદ્યોગિક કનેક્શનમાં ચોરીની ફરિયાદ બાદ ચેકીંગ કરવા ટીમો પહોંચી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાના વાગડ ગામે ઔદ્યોગિક વીજ કનેક્શનમાં વીજચોરી
અંગે ચેકીંગ કરવા ગયેલી વીજ ટીમ ઉપર સરપંચ સહિતના ટોળાએ હુમલો કરી મીટર લૂંટી લીધું હતું.
સરપંચ અને ટોળાએ પોલીસને પણ ધક્કે ચડાવી, વીજમીટર લૂંટી લેવાયું
પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાના વાગડ ગામે આવેલા ત્રણ ઈન્ડસ્ટ્રીયલ વીજ જોડાણમાં વીજચોરી થઈ રહી હોવાની ફરિયાદ સામે આવતા ગઈકાલે મંગળવારે યુજીવીસીએલની અલગ-અલગ ટીમો હિંમતનગર, સાબરમતી અને મહેસાણા પીઆઈ તેમજ પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે રાત્રિના સમયે વાગડ ગામે પહોંચી હતી. જ્યાં ચેકીંગ કરતા હરીભાઈ લાધરભાઈ નામના ગ્રાહકના કોમર્શિયલ કનેક્શનમાં એક લાલ સીંગલ વાયર વીજપોલથી સીધો જ મીટરના લોડ સાઈડના બી-ફેજ સાથે જોડી મીટર બાયપાસ કરી વીજચોરી કરાતી હોવાનું માલૂમ થતાં મીટર ઉતારી લઈ ગ્રાહકના પ્રતિનિધિ તરીકે મુકેશ એચ. સોલંકીની
સહી લેવામાં આવી હતી. જ્યારે અન્ય બે કનેક્શનમાં વીજચોરી જણાઈ ન આવતા તમામ વીજ ટૂકડીઓ એક સ્થળે ભેગી થઈ હતી. દરમિયાનમાં વીજ ગ્રાહકના ઘરની સામે વાગડ ગામના સરપંચ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મુકેશ એચ. સોલંકી અને અન્ય ૨૦થી ૨૫ માણસોના ટોળાએ દેકારો કરતા આવી સરપંચે ગામમાં ચેકીંગ કરવાનું નથી, અહીંથી નીકળી જાવ તેમ કહીં તમામ લોકોએ પોલીસ અને વીજ ટીમોને ધક્કે ચડાવી વીજ કર્મચારી- અધિકારીઓ સાથે છુટાહાથની મારામારી કરી મુંઢ ઈજા પહોંચાડી કાયદેરસની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારામારી સાથે કોઈ શખ્સોએ વીજચોરી કરનાર ગ્રાહકનું મીટર પણ લૂંટી લીધું હતું. ટોળાના હુમલાથી વીજટીમો જીવ બચાવી પોતાના વાહન લઈ નીકળી ગઈ હતી.બનાવ અંગે યુજીવીસીએલ- સાબરમતીસર્કલ ઓફિસમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશકુમાર લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ.૩૯, રહે, હાલ અમદાવાદ, વાટવા, એ-૧/૩૦૧, આશાપુરી રેસીડેન્સી, બચુભાઈ ચોકડી, જુગાર મુળ તરૂપતિ સોસાયટી, સિવિલ રોડ, નનકવાડા, વલસાડ)એ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મુકેશ એચ. સોલંકી અને અન્ય ૨૦થી ૨૫ માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવતા ધંધુકા પોલીસે આઈપીસી ૩૯૫, ૩૩૨, ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટર : સી કે બારડ પતંજલિ સ્ટોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.