બીન સંગઠિત શ્રમિક કલ્યાણ માટે વિવિધ કંપની ના કામદારો ને લેબર વેલ્ફેર ફંડ અંતર્ગત આકસ્મિક મૃત્યુ સમયે મારી યોજના માં સમાવેશ - At This Time

બીન સંગઠિત શ્રમિક કલ્યાણ માટે વિવિધ કંપની ના કામદારો ને લેબર વેલ્ફેર ફંડ અંતર્ગત આકસ્મિક મૃત્યુ સમયે મારી યોજના માં સમાવેશ


બીન સંગઠિત શ્રમિક કલ્યાણ માટે વિવિધ કંપની ના કામદારો ને લેબર વેલ્ફેર ફંડ અંતર્ગત આકસ્મિક મૃત્યુ સમયે મારી યોજના માં સમાવેશ

શ્રમયોગી માટેની અકસ્માત મૃત્યુ સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા હાલ મારી યોજનાની (મારી યોજના) જાણકારી દરેક લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે તેમાની એક યોજના એટલે અકસ્માત મૃત્યુ સહાય યોજના અંગે જાણકારી આપશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા મદદરૂપ થવાના હેતુસર અકસ્માત મૃત્યુ સહાય યોજના લાગુ કરવામાં આવી છે. સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે આ યોજના છે.
શ્રમયોગી નોકરીમાં દાખલ થયાના બીજા દિવસથી તેને આ યોજનાનો લાભ મળશે. શ્રમયોગીનું કામના સ્થળે કે પ્રિમાઈસીસ બહાર મુસાફરી કે કામકાજ દરમિયાન મૃત્યુ થાય તો આ સહાય આપવામાં આવશે. કારખાનામાં કામ કરતા શ્રમયોગી ઉપરાંત જે કંપની કે સંસ્થા દ્વારા લેબર વેલ્ફેર ફંડ જમા કરાવવામાં આવતું હોય તો ત્યાં ફરજ બજાવતા શ્રમયોગીઓને પણ યોજનાનો લાભ આપવો. માંદગી કે કુદરતી મૃત્યુમાં આ યોજના લાગુ પડતી નથી. આ યોજના અંતર્ગત મૃતકના પરીવારજનોને બે લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.આ ઉપરાંત શ્રમયોગીને કામ દરમિયાન ૭૦ ટકા અપંગતાના કિસ્સામાં ૨૫ હજારની સહાય અને ૭૦ ટકાથી વધારે અપંગતામાં ૫૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે.અકસ્માત અંગે એફ આઈ આર ની નકલ આધાર કાર્ડ એક્સીડન્ટ રિપોર્ટ ઓળખ પત્ર નિરીક્ષકશ્રીનો સ્થળ અહેવાલ પ્રથમ વારસદાર અંગેનો પુરાવો બેંક પાસબુક/ રદ ચેક બોનાફાઇડ સર્ટિફિકેટ મરણનું પ્રમાણપત્ર રેશન કાર્ડ વારસદાર અને શ્રમિકો ઓળખનો પુરાવો સોગંદનામું જેવા આધાર પુરાવા સાથે ઓન લાઇન અરજી કરી શકાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image