“સરખેજમાં ગેરકાયદેસર હુક્કાબાર પકડાયો, મનન શાહની ધરપકડ”
અમદાવાદ:સરખેજ વિસ્તારમાં આવેલી "The Air Live Cafe" નામની કેફેમાં ગેરકાયદેસર હુક્કાબારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીને આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે સફળ દરોડો પાડ્યો છે. આ કામગીરી મદદનીશ પોલીસ કમિશનરશ્રીના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ થઈ હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.ડી. મોરી અને એન.ડી. નકુમ સહિતની ટીમે ભાગ લીધો હતો.
બાતમી અને દરોડા દરમિયાન પકડાયેલ મુદ્દામાલ:
પોલીસ કોન્સ્ટેબલ તરંગકુમાર રમણભાઈને મળેલી બાતમી અનુસાર, મનન શાહ નામના વ્યક્તિએ કેફેમાં બિનકાયદેસર રીતે હુક્કાબાર ચલાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ બાતમીને આધારે ૧૭ જાન્યુઆરીના રોજ નાગદેવ મંદીર નજીક "The Air Live Cafe" પર દરોડો પાડવામાં આવ્યો.
દરોડા દરમ્યાન નીચેનો મુદ્દામાલ મળી આવ્યો:
12 હુક્કા (ચિલમ સાથે)
31 અલગ-અલગ ફ્લેવરના પેકેટ
3 ફ્લેવરના ડબ્બા
આશરે 5 કિલો દેશી કોલસો
3 ચીપીયા
1 ઝારો
આ તમામ મુદામાલની કુલ કિંમત રૂપિયા 18,035 છે.
આરોપી વિરુદ્ધ કાર્યવાહી:
કેફે ચલાવનાર મનન ધર્ણેદ્રભાઇ શાહ (ઉ.વ. 25, રહે: વિતરાગ સોસાયટી, પી.ટી. કોલેજ રોડ, પાલડી)ની ગેરકાયદેસર હુક્કાબાર ચલાવવાની પ્રવૃત્તિ બહાર પડી હતી. તેની વિરુદ્ધ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસનો કાર્યભાર પો.સ.ઈ. આર.કે. વાણીયાને સોંપવામાં આવ્યો છે.
પોલીસની ચેતવણી:
આ ઘટનાથી શહેરમાં હુક્કાબાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની કડક નજર સાબિત થાય છે. પોલીસ વિભાગે જણાવ્યું કે આવાં કિસ્સાઓમાં કડક પગલાં લેવાશે અને શહેરના યુવાનોને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બચાવવા સઘન તપાસ કરવામાં આવશે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
