અમદાવાદ માં ફરી લોકોને મોટી મોટી જાહેરાત કરી લાખો રૂપિયા પડાવી લીધા ની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને થતા રેડ કરે
લોભામણી સ્કીમો આપીને કરોડોની છેતરપિંડી કરનાર આરોપીની માત્ર ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ
ગુનાની વિગતો:
આરોપી: ડેનિસ નરેશભાઈ મકવાણા (ઉ.વ. ૩૬)
સ્થળ: ફિનકેપ-૨૪ ઓફિસ, ટ્રાન્સક્યુબ પ્લાઝા, રાણીપ, અમદાવાદ છેતરપિંડીની રકમ: ₹૧૧.૬૨.૨૩૮/-
આરોપીએ ફિનકેપ-24 નામની પેઢી ચલાવતો હતો અને લોભામણી સ્કીમો આપી લોકોને રોકાણ માટે પ્રેરિત કરતો હતો. આરોપી ફરીયાદી અને સાક્ષીઓ પાસેથી રોકાણ કરાવવાનું બહાનું બનાવી મોટાં પૈસા લઈ લેતો અને કોઈ રકમ પરત આપતો નહીં.
૧/૦૧/૨૦૨૩ થી આજદિન સુધી ઘણા લોકો સાથે છેતરપિંડી કરેલ હતી.
આરોપી જૂના ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો અગાઉ CID ક્રાઇમ, અમદાવાદ ગ્રામ્યમાં પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે.
આરોપી સામે નોંધાયેલ ગુનાઓ:
વાડજ પોલીસ સ્ટેશન: BNS-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬ મુજબ ગુનો દાખલ
CID Crime, Ahmedabad Rural: IPC ૪૦૬,૪૨૦ મુજબ અગાઉના ગુનાઓ નોંધાયેલા
આરોપીની ઝડપથી ધરપકડ કરી ન્યાય અપાવનારા વાડજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમને અભિનંદન કે જેવો દ્વારા ગણતરી ના દિવસો માં આરોપી ને પકડી પાડેલ અને અમદાવાદ ની જનતા ને ગુજરાત પોલીસ નો ખાસ સંદેશો,લોભામણી સ્કીમોથી સાવધાન રહો! કોઈપણ શંકાસ્પદ રોકાણની અગાઉ તપાસ કરો અને છેતરપિંડી અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરો.
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
