ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોની ફસ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ
ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોની ફસ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ દ્વારા ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોની પ્રથક એટલે કે, ફસ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલ ૬૬૩૮ ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીનની ચકાસણી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને હાથ ધરાઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા એફ. એલ. સી. ની તૈયારીઓ અને ગુણવત્તાના નિરીક્ષણ માટે અધિકારીશ્રીઓની નિયુક્ત કરવામાં આવ્યા છે. જે અન્વયે અત્રેના જિલ્લા માટે શ્રી પ્રમોદકુમાર સાહુ, ઇ.વી.એમ. નોડલ ઓફિસર, ઓડીશા દ્વારા તા. ૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ અત્રેના જિલ્લામાં એફ. એલ. સી. ની તૈયારીઓ અને કામગીરી અંગે મુલાકાત લેવામાં આવી હતી.
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.