૮ માર્ચ આંતર રાષ્ટ્રિય મહિલા દીવસે ૧૮૧, અભયમ મહિલા હેલ્પ લાઈન ને સફળતા ના દસ વર્ષ પૂર્ણ... - At This Time

૮ માર્ચ આંતર રાષ્ટ્રિય મહિલા દીવસે ૧૮૧, અભયમ મહિલા હેલ્પ લાઈન ને સફળતા ના દસ વર્ષ પૂર્ણ…


ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબત માં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે. ગુજરાત સરકારશ્રી ની ફ્લેગશીપ યોજના તરીકે મહીલાઓના શારીરિક,માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિત માં ત્વરિત પ્રતિસાદ,માગૅદશૅન અને બચાવની અસરકારક કામગીરી ના દસ વર્ષ પૂર્ણ થયા.

મહીલાઓ પર થતા અત્યાચાર માં તાત્કાલિક ધોરણે મદદ પહોચાડી શકાય તે હેતુ થી ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિભાગ , ગૃહ વિભાગ દ્વારા ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રિય મહીલા દિવસે કાર્યાન્વિત કરવામાં આવેલ જેને ઈ. એમ. આર. આઇ,ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. મહિલા અત્યાચાર ની મદદ સાથે સરકારશ્રીની ની મહિલા લક્ષી પ્રાથમિક માહિતી આપવામા આવી રહેલ છે.

યોજનાના પ્રારંભ થી ૨૦૨૫ દરમિયાન કુલ ૧૬,૧૬,૮૪૪ મહીલાઓ એ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કર્યો. ઘટના સ્થળે પહોંચી ૩,૨૪,૪૦૧ ને મદદ પહોચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરુરિયત મુજબ
૯૯,૪૬૭ જેટલાં મહિલાઓ ના ગંભીર કેસ માં ઘટના સ્થળે પહોંચી અભયમ રેસ્કયું વાને મદદ, સલાહ અને બચાવ કાર્ય કરેલ છે. આ ઉપરાંત ૨,૦૫,૦૫૧ જેટલાં કેસ માં સમાધાન કરાવવામાં સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા માં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨૭૫૫ પિડીત મહિલાઓ એ મદદ માટે કોલ કર્યા હતાં , જેઓ ને માર્ગદર્શન ઉપરાંત કટોકટી ની સ્થિતિ માં ઘટના સ્થળે પહોંચી ને ૫૭૬ જેટલાં મહિલાઓ ને મદદ અને બચાવ કરેલ છે.

આ ઉપરાત બીનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતી, કાર્ય સ્થળે જાતિય સતામણી,બાળ જન્મ ની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારી ના પ્રશ્નો,આપઘાત ના વિચારો માંથી મુક્તિ, તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહીલાઓ ને પરિવાર , નારીગૃહ કે આશ્રય સ્થાનો માં સુરક્ષીત રાખવા વગેરે માં મહિલા ,કિશોરીઓ અને વિદ્યાર્થિની ઓ ના પ્રશ્નો નુ અસરકારક સુખદ નિવારણ લાવેલ છે જેથી આજે ગુજરાત ની મહિલાઓ માં દિન પ્રતિદિન અભયમ ની કામગીરી ની વિશ્વનીયતા માં વધારો થયેલ છે અને એક અભિનવ હેલ્પ લાઇન તરીકે મહિલા ઓ ની સાચી સાહેલી તરીકે ઉપસી આવેલ છે. પોતાનાં સ્માર્ટ મોબાઈલમાં અભયમ મોબાઈલ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ ઝડપથી પ્રાપ્ત થાય છે.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image