નેત્રંગ : આયુષ્માન ભવ: અભિયાન હેઠળ છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજાશે. - At This Time

નેત્રંગ : આયુષ્માન ભવ: અભિયાન હેઠળ છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજાશે.


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ,
એટ ધીસ ટાઇમ

નેત્રંગ : રાજભવન ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુના વરદ હસ્તે આયુષ્માન ભવ: કેમ્પેઇનનું ઇ લોન્ચિંગ સમગ્ર ભારતભરમાં કરવામાં આવ્યું. જે અંતર્ગત નેત્રંગ મામલતદાર અનિલભાઇ વસાવા અધ્યક્ષતામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આયુષ્માન ભવ: અભિયાન હેઠળ છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિન થી તા. ૧૭.૦૯.૨૩થી તા. ૦૨.૦૧૦.૨૩ મહાત્મા ગાંધી જયંતી સુધી એક પખવાડીયા સુધી કરવામાં આવશે. આ પખવાડિયાને સેવા પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવશે.

આયુષ્માન ભવ લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત 'આયુષ્યમાન આપકે દ્વાર' હેઠળ આયુષ્માન કાર્ડનું વિતરણ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયુષ્માન મેળા યોજાશે. તાલુકાના આરોગ્યના કેમ્પનું આયોજન, અંગદાન અને દેહદાન દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ, બ્લડ બેંક થકી રકતદાન કેમ્પ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં નેત્રંગ મામલતદાર અનિલભાઇ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન. સિંગ, આરોગ્ય વિભાગનો સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.