આજ ના યુગ માં ત્યાગી તપસ્વી અને પરોપકારી જીવન જીવતા અનેક દ્રષ્ટી હિન લોકો માટે ઉદ્દાત ચક્ષુદાન જેવી પ્રવૃત્તિ નો ભગીરથ પુરુષાર્થ કરનારા માટે ઋષિ પુરુષ નાથાભાઈ નાંદનીયા જી ના અનુષ્ઠાન વિશે સંક્ષિપ્ત માહિતી એમની કલમે - At This Time

આજ ના યુગ માં ત્યાગી તપસ્વી અને પરોપકારી જીવન જીવતા અનેક દ્રષ્ટી હિન લોકો માટે ઉદ્દાત ચક્ષુદાન જેવી પ્રવૃત્તિ નો ભગીરથ પુરુષાર્થ કરનારા માટે ઋષિ પુરુષ નાથાભાઈ નાંદનીયા જી ના અનુષ્ઠાન વિશે સંક્ષિપ્ત માહિતી એમની કલમે


🙏🏻 કાર્તિક કૃષ્ણ પક્ષની અગિયારસ થી પોષ સુદ પાચમ વી.સ.૨૦૮૦ સુધી માં ધરતીના ખોળે પ્રકૃતિની ગોદમાં યજ્ઞ શાળા મા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પ્રકૃતિ પુજા હેતું પ્રકૃતિ યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન પરમ પુજ્ય ગુરુ દેવ સ્વામી ગુરુ ચરણાનંદ તીર્થ મહારાજની આજ્ઞા અને કૃપાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્યું છે.
યજ્ઞ ની પુર્ણાહુતી પછી ફરી થી આ અનંત યજ્ઞ શાળામા સેવા ના યજ્ઞ કુંડ મા કર્મ ની આહુતી આપવા તત્પર છે.આ યજ્ઞ શાળા મા હું નહી પણ અમે બંધુઓ,માતા ઓ,ભગીનીઓ સાથે દર વર્ષે સેવા કાર્ય રુપી અસંખ્ય આહુતિઓ અપાય છે.જેનો પુર્ણ શ્રેય રાત દિવસ જોયા વિના ખભે ખભો મિલાવીને સેવા કાર્યમા જોડાયેલા ભાઈઓ-બહેનો ને ફાળે જાય છે.
આ વિ.સ.૨૦૮૦ ના યજ્ઞ સમય દરમિયાન ઘણા બધા કોલ રિશીવ નથી થયા ને જેને પણ સેવા કાર્યમા આ હિસાબે વિક્ષેપ થયો છે એ બધા ની હ્રદય પૂર્વક માફી માગું છું. આ માટે મેસેજ થી વિગત આપી શકાય અને સેવા કાર્યમા તકલીફ ન થાય એની વ્યવસ્થા રુપે મેસેજમાં અન્ય ભાઈઓના નંબર સાથે રાખ્યા હતા.કારણ કે યજ્ઞ નો સમય એક માસ ને દસ દિવસ જેટલો લાંબો હતો એટલે બન્ને સેવા યજ્ઞ ને કર્મ યજ્ઞ નું સંકલન કર્યુ હતું. છતા પણ જે કોઈને પણ વિક્ષેપ થયો હોય તો દિલગીરી વ્યક્ત કરું છું.અને આ યજ્ઞ દરવર્ષે હોય છે જેમાં આપનો યોગ્ય સહકાર રહેલો છે.
આ યજ્ઞ મારા આધ્યાત્મિક જીવન માટે તેમજ આજે પ્રકૃતિ ને અનેક કારણો થી નુકશાન થયું છે જેવું કે હવા પ્રદુષણ, પાણી નું પ્રદુષણ,વાણી નું પ્રદુષણ, ધ્વનિ પ્રદૂષણ અનેક રુપે માં વસુંધરા ને નુકશાન થયું છે. આ બધું હું ન પુરી શકું પણ મારા દ્વારા થતા પ્રદૂષણની ખોટ પુરવા માટે હું યજ્ઞ દ્વારા આ તુચ્છ પ્રયાસ કરું છું.

આજના વર્તમાન સમયમાં યજ્ઞની જરુર શા માટે ?

-આજે ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગના કારણે જલ,વાયુ અને ભુમીનું પ્રદુષણ વધ્યુ છે જેને બેલેન્સ કરવા માટે યજ્ઞો જરુરી છે.
અત્યારે ઓપરેશન થીયેટરમાં વપરાતો પપ્લીન વાયુ જે સીન્થેટીક વાયુ છે જે ખુબ જ મોંઘો વાયુ છે જે ગાયના ઘીના હોમાત્મક યજ્ઞથી નેચરલ રીતે મળે છે.
ગાયના ઘીથી હોમાત્મક યજ્ઞ ઘરે દરરોજ ૧૦ મિનિટ કરવાથી હજારો ટન કાર્બન ઉત્પન થાય છે જે ઓક્ષિજનમાં કન્વર્ટ થાય છે જે વાતાવરણ શુધ્ધિકરણમાં ખુબ જ ફાયદાકારક છે.
હાલ પ્રદુષણ વધ્યું છે અને વૈદિક પરંપરા મુજબ થતા યજ્ઞો ઘટ્યા છે જેના ફલસ્વરુપ વાતાવરણમાં અનબેલેન્સ થયુ છે જેની અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર આજે વર્તાઈ રહી છે.જેને લીધે આવનારા સમયમાં વાઈરસ જન્ય રોગો થવાની શક્યતાઓ વધશે જેનાથી બચવા માટે યજ્ઞો જરુરી છે.

યજ્ઞ કરવાથી શરીરની નેગેટીવ ઉર્જાનો નાશ થાય છે અને પોઝીટીવ ઉર્જા વધે છે જે શરીરના બધા જ અવયવોમાં નવા પ્રાણનો સંચાર કરે છે.
યજ્ઞથી ક્રોધ,ઈર્ષા,લોભ,લાલચ જેવા માનસિક તમોગુણનો નાશ થઈ સાત્વિક ગુણોનો સંચાર થાય છે જે વ્યક્તિના મસ્તિસ્કમાં પોઝીટીવ વિચારોનો સંચાર કરે છે
🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻

ૐ નમો નારાયણ 🪷

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.