પોરબંદર : એસ.ટી ડેપો દ્વારા શિવરાત્રી ના મેળામાં જવા આવવા માટે ૨૨ બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવી - At This Time

પોરબંદર : એસ.ટી ડેપો દ્વારા શિવરાત્રી ના મેળામાં જવા આવવા માટે ૨૨ બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવી


એસ.ટી.બસનો વધુમાં વધુ શ્રદ્ધાળુઓ દ્વારા લાભ લેવામાં આવે અને સાથે સાથે સ્વછતા પણ જાળવ વામાં એવી ડેપો મનેજર મકવાણા દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી રહી છે

ગોસા (ઘેડ) તા. ૨૩/૦૨/૨૦૨૫ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહા શિવરાત્રીનો મેળો.આ મેળાનો શુભારંભ તા:-૨૨/૦૨/ ૨૫ ના રોજ ભવનાથ મંદિરે સાધુ-સંતોના વરદ હસ્તે ધ્વજા રોહણ થયા બાદ મહાશિવરાત્રી ના મેળા ને શ્રધ્ધાળુ ઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જુનાગઢ વિભાગીય એસટી દ્વારા મહા શિવરાત્રી ના મેળામાં આવતા યાત્રાળુઓ માટે એકસ્ટ્રા બસો ને ગઈ કાલે સવારે જુનાગઢ એસટી તંત્ર દ્વારા લીલી ઝંડી આપી શુભ શરૂઆત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને પોરબંદર એસટી ડેપો દ્વારા પણ જુનાગઢ મહાશિવરાત્રી ના મેળામાં જનાર ભક્ત જનો માટે પણ ખૂબજ આરામદાયક મુસાફરી દ્વારા શ્રધ્ધાળુઓ શિવરાત્રી ના મેળામાં જઈ શકે તે માટે પોરબંદર એસ.ટી ડેપો દ્વારા ૨૨ એસ.ટી બસો એકસ્ટ્રા ફાળવવામાં આવી છે.

પોરબંદર એસટી ડેપો દ્વારા પોરબંદર, દ્વારકા, રાણાવાવ અને કુતિયાણા થી જુનાગઢ, એસટી બસ સ્ટેશન સુધી ભાવિકો શ્રદ્ધાળુઓ લોકોને જવા માટે એકસ્ટ્રા બસ ચાલુ કરવામાં આવી છે. જેનું આજ થી પોરબંદર એસટી ડેપોના મેનેજર પી .બી. મકવાણા તેમજ સ્ટેન્ડ સુપર વાઇઝર એચ. એમ. રૂઘાણી દ્વારા લીલી જંડી આપીને આ એકસ્ટ્રા બસોને મેળા માં જવા માટે સ્ટેન્ડ બાય તૈયાર રાખવામાં આવી છે.પોરબંદર જિલ્લાના લોકોને જુનાગઢ ખાતે મહા શિવરાત્રીના મેળામાં જવા માટે લોકોને એસટી બસ ની સુવિધા સરળતાથી મળી રહે તેવા ખૂબજ ઉમદા હેતુથી ૨૨ એકસ્ટ્રા બસોનું સંચાલન પોરબંદર બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવેલ. સમગ્ર ભારતના "મીની કુંભ" ગણાતા"મહા શિવરાત્રિ" મેળાનો ભવનાથ - જુનાગઢ ખાતે શુભારંભ થઇ ગયો છે ત્યારે પોરબંદર જીલ્લાની જનતા ને પણ આ મહા શિવરાત્રી મેળામાં જવા - આવવા માટે કોઇ પણ જાતની અગવડતા ન પડે તેવા હેતુસર પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન માં મુકવામાં આવેલ છે.
સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણી ના જણાવ્યા અનુસાર તા.૨૨/૦૨થીતા.૨૭/ ૦૨/૨૦૨૫ દરમ્યાન આ એક્સ્ટ્રા બસો પોરબંદર,દ્વારકા તેમજ રાણાવાવ અને કુતિયાણા થી જુનાગઢ જવા - આવવા માટે કુલ ૨૨ એકસ્ટ્રા બસોથી રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવેલ છે.
આ તકે વધુ માં વધુ લોકો ને આ એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લેવા તેમજ બસ સ્ટેન્ડ તથા બસ માં સ્વરછતા જાળવવા ડેપો મેનજર શ્રી પી.બી. મકવાણા દ્વારા આ તકે લોકોને નમ્ર અપિલ પણ કરવામા આવી રહી છે.

રિપોર્ટ :-વિરમભાઈ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image