રાજકોટ માલીયાસણ પાસેથી ચોરીના અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૧/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઈમ બ્રાંચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના P.I એમ.આર.ગોંડલીયા ની ટીમનો પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન સી.એમ.ચાવડા, કનકસિંહ સોલંકી, ઉમેશભાઇ ચાવડા ને મળેલ હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે, કુવાડવા રોડ, માલીયાસણ ચોકડી પાસે સાગર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી રાજકોટ શહેર ફુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ-૩૦૩(૨) મુજબના ગુન્હામાં ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. હરેશ વિનુભાઇ ચાવડા ઉ.૩૦, રહે.રંગીલા સોસાયટી નવાગામ કુવાડવા રોડ રાજકોટ, મુળ.કાબરણ તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર. લાકડાના લોખંડની ફ્રેમ વાળા ટેબલ નંગ-૬૫ કિ.૧,૩૦,૦૦૦ સફેદ કલરની પ્લાસ્ટીકની ખુરશી નંગ-૨૦ કિ.૭,૦૦૦ પાર લાઇટ (મલ્ટીકલરની લાઇટ કુલ કી.રૂ.૧,૬૦,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
