અમદાવાદમાં નારોલ વિસ્તારમાંથી 4 લાખનો નશીલો પદાર્થ જપ્ત: બે આરોપી ઝડપાયા - At This Time

અમદાવાદમાં નારોલ વિસ્તારમાંથી 4 લાખનો નશીલો પદાર્થ જપ્ત: બે આરોપી ઝડપાયા


અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોની હેરફેર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના અધ્યક્ષ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ વી.એચ. જોષી, વી.ડી. મોરી અને એન.ડી. નકુમની ટીમે છટકું ગોઠવી નારોલ અસલાલી હાઇવે પર આવેલી આકૃતિ ટાઉનશીપના ફલેટ નં. ઓ/507 માં રેડ પાડી હતી.

રેડ દરમિયાન આરોપી દિપકકુમાર વાઘેલા (ઉ.વ.38) અને રૂબીનાબેન મિરઝા (ઉ.વ.29) ના કબ્જામાંથી Methamphetamine પદાર્થના 40 ગ્રામ 60 મિલિગ્રામનો જથ્થો ઝડપાયો હતો, જેની માર્કેટ કિંમત અંદાજે ₹4,00,600 થાય છે. સાથે જ અન્ય સામાન મળીને કુલ ₹4,20,800 ના મુદ્દામાલનો જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસના અનુસંધાનમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી), અને 29 હેઠળ ગુનો નોંધાયો છે. આ મહત્વના કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરીને સોંપવામાં આવી છે.

પોલીસની આ સફળતાથી શહેરમાં નશીલા પદાર્થોના ચેઇન પર મોટા પ્રહારની આશા છે.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.