સોજા હાઈસ્કૂલના સારસ્વતનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો - At This Time

સોજા હાઈસ્કૂલના સારસ્વતનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ના સારસ્વતશ્રી અશોકભાઈ પટેલનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
શાળાના સારસ્વતશ્રી એ. ડી. પટેલ તા. ૧૦/૦૧/૨૦૦૩ થી સદર શાળામાં જોડાયા હતા અને આજદિન સુધી સંસ્કૃત, સામાજિક વિજ્ઞાાન, હિન્દી અને સમાજશાસ્ત્ર જેવા વિષયમાં એમના જ્ઞાનનો લાભ બાળકોને આપ્યો છે. સદર શાળામાં એમના વિષયના કાર્યભારની ઘટ ઊભી થતાં તેઓને ગાંધીનગર શહેરની શેઠ સી. એમ. વિદ્યાલય ખાતે સમાવવાની ફરજ પડી છે. સંસ્થાના સારસ્વતશ્રીઓ, અધ્યેતાઓ અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ એમને ભાવભીની વિદાય આપી હતી અને અન્યત્ર શાળામાં એમની ઉજ્જ્વળ કારકિર્દી બનાવે એવી શુભેચ્છા પાઠવી આપવામાં આવી હતી એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.