સંસ્કાર પરંપરાને જાગૃત કરે છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર. - At This Time

સંસ્કાર પરંપરાને જાગૃત કરે છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર.


જન સમાજના હિત માટે ગાયત્રી પરિવાર સાધનાત્મક તેમજ અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવે છે. મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતિય સંસ્કૃતિની સંસ્કાર પરંપરા વિશેષ જાગૃત થાય તેમ ઝુંબેશ ચલાવે છે. દર ગુરુવારે સવારે યજ્ઞ કર્મકાંડ સાથે સંસ્કાર આયોજન થાય છે. જેમાં નામકરણ ,અન્નપ્રાશન, મુંડનસંસ્કાર, વિધ્યારંભ, ગર્ભ સંસ્કાર જેવા તમામ સંસ્કારોનો યજ્ઞ સાથે વિધિવત મંત્રોચ્ચાર સહિત આમ જનતાને નિ: શુલ્ક લાભ આપવામાં આવે છે. જેમાં દર ગુરુવાર મોડાસા સહિત ગામેગામથી અનેક લોકો આ સંસ્કાર કરાવવા આવે છે.
"આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર" આંદોલનના અરવલ્લી જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિએ જણાવ્યાનુસાર આજ ગુરુવાર સવારે તેર જેટલાં પરિવાર આ સંસ્કાર-યજ્ઞનો લાભ લેવા જોડાયા. જેમાં એક અન્નપ્રાશન સંસ્કાર, બે મુંડન સંસ્કાર તથા દશ ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન થયા. સાથે સાથે સંસ્કારને અનુરૂપ કેવી દિનચર્યા ? કેવું સામાજીક શ્રેષ્ઠ જીવન માટે માર્ગદર્શન અપાય છે. વિશેષ ગર્ભ સંસ્કાર કરાવનાર બહેનોને નવ મહિના સુધી સતત સંપર્કમાં રહી શ્રેષ્ઠ તંદુરસ્ત બાળક માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર આંદોલનની બહેનોની ટીમ આ સમગ્ર આયોજન સંચાલન કરી રહી છે. જેઓએ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વાર ખાતે વિશેષ પ્રશિક્ષણ લીધેલ છે. આજે રોહિણીબેન શર્મા, વૈશાલીબેન ત્રિવેદી તથા નયનાબેન જોષીએ આ સંસ્કાર કાર્યક્રમનું સંચાલન કર્યું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.