હોય અઢાર વર્ષની આયુ.. કે પછી શતાયુ.. લોકશાહીના ભાગ્યવિધાતા હોય છે જાગૃત મતદાતા... - At This Time

હોય અઢાર વર્ષની આયુ.. કે પછી શતાયુ.. લોકશાહીના ભાગ્યવિધાતા હોય છે જાગૃત મતદાતા…


આયુષ્યની સદી ફટકારનાર બોટાદ જિલ્લાના શતાયુ મતદારોનો મતદાનને લઈ અનેરો ઉમંગ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત બોટાદ જિલ્લાના મતદારોમાં અનેરો ઉમંગ જોવા મળ્યો હતો. લોકશાહીના અવસરમાં બોટાદ જિલ્લાના શતાયુ મતદારોએ યુવા મતદારોને મતદાન કરવા માટે અનોખી પ્રેરણા પુરી પાડી હતી. લાકડીના ટેકે, અન્ય કોઈનો સહારો લઈને કે વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા પહોંચેલા શતાયુ મતદારો ખુબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. બોટાદ જિલ્લાના 105 વર્ષના હોય અરજણભાઈ ઠોળિયા હોય કે મોટી વિરવા ગામના 104 વર્ષના ચોથીબા તમામ શતાયુ મતદારોના ચહેરા ઉપર મતદાન કર્યાનું ગૌરવ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. કેટલાક શતાયુ મતદારો તો પોતાના સમગ્ર પરિવારને સાથે લઈને રંગેચંગે મતદાન કરવા પહોંચ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.