સુરેન્દ્રનગર જિલ્લાના સાધુ-સંતો મતદાન કરી લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી બન્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2wjumdr4yrrlq1nz/" left="-10"]

સુરેન્દ્રનગર જિલ્લાના સાધુ-સંતો મતદાન કરી લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી બન્યા.


તા.01/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દુધરેજ વડવાળા મંદિરના મહંતશ્રી કનીરામદાસ બાપુ, લીંબડી નિમ્બાર્ક પીઠના મહંતશ્રી લાલદાસબાપુ અને સ્વામિનારાયણ સંતશ્રી વિવેક સાગરદાસે મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

આજે પ્રથમ તબક્કા અંતર્ગત 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે સવારે 08:00 કલાકથી ચાલી રહેલ મતદાન પ્રક્રિયામાં વિવિધ વર્ગના લોકો સહભાગી બન્યા હતા. આ મતદાનના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના સૌ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના સાધુ સંતોએ પણ આ લોકશાહીના પર્વમાં સહભાગી થઈને મતદાન કર્યું હતું. દુધરેજ વડવાળા મંદિરના મહંતશ્રી કનીરામ બાપુએ દુધરેજ પ્રાથમિક શાળા ખાતે, લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના મહંતશ્રી લલિત કિશોરદાસજી ચરણ (લાલદાસ બાપુ)એ લીંબડી શાળા નં.3 ખાતે અને ધ્રાંગધ્રા સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી વિવેક સાગરદાસે કન્યાશાળા, ધ્રાંગધ્રા ખાતે મતદાન કર્યું હતું.દુધરેજ વડવાળા મંદિરના મહંતશ્રી કનીરામ બાપુએ મતદાનની ફરજ અદા કરી જણાવ્યું હતું કે, ચૂંટણીના આ મહાપર્વમાં સૌ નાગરિકોએ સહભાગી થઈ મતદાન કરવું જોઈએ. દરેક લોકોએ સમય કાઢીને મતદાન મથક પર જઈ પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરવી જોઈએ .આ ઉપરાંત સૌરાષ્ટ્ર નિર્માણ પીઠ મોટા મંદિરના મહંતશ્રી લલિત કિશોરદાસ ચરણજી (લાલદાસ બાપુ)એ મતદાનની પવિત્ર ફરજ અદા કરી લીંબડી આસપાસના ગામો સહિત ગુજરાતના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, જેમ આપણી સંસ્કૃતિમાં રામનવમી અને જન્માષ્ટમી સહિતનાં પર્વ ઉજવાય છે તેવી જ રીતે આ રાષ્ટ્રીય મહાપર્વ ચૂંટણીમાં જોડાઈ આપણા એક મતથી રાષ્ટ્ર નિર્માણની ભૂમિકામાં સહભાગી બનીએ. આજે પાંચ વાગ્યા પહેલા દરેક મતદારો તેમના મતદાન મથક પર જઈ મતદાન કરી આ લોકશાહીના રાષ્ટ્ર પર્વમાં યોગદાન આપે તે માટે અપીલ પણ કરી હતી.આ ઉપરાંત ધાંગધ્રા સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી વિવેક સાગરે મતદાન કરી જણાવ્યું હતું કે દરેક નાગરિકોએ આ મતદાનના પર્વમાં જોડાવું જોઈએ રાષ્ટ્રહિત માટે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વની ઉજવણી કરવી જોઈએ.આમ જિલ્લાના દરેક વર્ગોમાં લોકશાહીના પર્વને ઉજવવાનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]