ICAR-CIFRI ના વડોદરા રિસર્ચ સ્ટેશન દ્વારા પંચમહાલ જિલ્લા દેવ ડેમ ખાતે 'સીઆઈએફઆરઆઈ એચડીપીઈ પેન ટેકનોલોજીનું પ્રદર્શન યોજાયું - At This Time

ICAR-CIFRI ના વડોદરા રિસર્ચ સ્ટેશન દ્વારા પંચમહાલ જિલ્લા દેવ ડેમ ખાતે ‘સીઆઈએફઆરઆઈ એચડીપીઈ પેન ટેકનોલોજીનું પ્રદર્શન યોજાયું


*આદિજાતિ માછીમારોને માછલીના બિયારણનો સંગ્રહ કરવા, ખોરાક આપવા અને સી.આઇ.એફ.આર.આઈ એચ.ડી.પી.ઇ પેનના અન્ય વ્યવસ્થાપન પાસાઓ અંગે તાલીમ અપાઈ*

ગોધરા

આઈસીએઆર-સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (ICAR-CIFRI) ના વડોદરા રિસર્ચ સ્ટેશન દ્વારા પંચમહાલ જિલ્લાના દેવ ડેમ ખાતે 'ધી દેવ ડેમ અસરગ્રસ્ત વિકાસ મત્સ્ય ઉચ્છેર સહકારી મંડળી લી.ના ભમરીયા ગામના આદિવાસી માછીમારોને'સી.આઈ.એફ.આર.આઈ એચ.ડી.પી.ઈ પેન ટેકનોલોજી'નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

દેવ ડેમ માટે સ્ટોકેબલ સાઇઝની ફિશ ફિંગરલિંગ્સના ઉત્પાદન માટે 0.1 હેક્ટર સીઆઇએફઆરઆઈ એચડીપીઇ પેનમાં કટલા અને રોહુના મત્સ્ય બીજ છોડવામાં આવ્યા હતા.
સ્ટોક કરી શકાય તેવા કદની માછલીની ફિંગરલિંગ ઉપલબ્ધતા એ ભારતના જળાશયોમાંથી માછલીના ઉત્પાદનમાં વધારો કરવામાં એક અવરોધ છે. 'સી.આઇ.એફ
આર.આઈ એચ.ડી
પી.ઇ પેન' એ આઇ.સી.એ.આર-સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. જે માછીમારોને જળાશયોના અમુક ભાગને બંધ કરીને જળાશયોના સ્થળે સંગ્રહ કરી શકાય તેવા કદની માછલીની ફિંગરલિંગ ઉછેર કરવાની તક પૂરી પાડે છે.
આ ટેકનોલોજીનો બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં વેટલેન્ડ્સ અને જળાશયોમાં સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોમાંથી માછલીના ઉત્પાદનમાં વધારો થવાને ધ્યાનમાં રાખીને આઇ.સી.એ
આર,સી.આઇ.એફ.આર.આઈનું વડોદરા રિસર્ચ સ્ટેશન કેન્દ્ર સરકારના શિડ્યુલ ટ્રાઇબ કોમ્પોનન્ટ (STC) હેઠળ રાજ્યમાં આ ટેકનોલોજીનું પ્રદર્શન કરી રહ્યું છે.
મંડળીના આદિજાતિ માછીમારોને માછલીના બિયારણનો સંગ્રહ કરવા, ખોરાક આપવા અને સી.આઇ
એફ.આર.આઈ એચ.ડી.પી.ઇ પેનના અન્ય વ્યવસ્થાપન પાસાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વડોદરા રિસર્ચ સ્ટેશનના સાયન્ટિસ્ટ ઇનચાર્જ ડો.એસ.પી.કાંબલે, સાયન્ટિસ્ટ લોહિતકુમાર કે.,જયેશ કે. સોલંકી, ટેકનિકલ ઓફિસર, સી.ડી.પરમાર, એએઓ, જે.સી.સોલંકી, એસએસએસ અને મંડળીના સભ્યો સહિત ચેરમેન શ્રી શનાભાઈ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.