જસદણ મોઢુકા પાસેના સનાળી ગામે લાગેલી આગને ફાયર ફાઈટરની ટીમે સત્વરે કાબુમાં લીધી
વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાનું નાટક: તંત્ર પાસે ફક્ત મોકડ્રિલનું નાટક વાસ્તવિક પરિસ્થિતિ અલગ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ મોઢુકા નજીકના સનાળી ગામે સ્મશાનની સામે બાવળ તથા ઘાસના જથ્થા ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખો ઝરતા આગ લાગી હતી. ત્યાંથી પસાર થતાં કોઈ રાહગીરે સરપંચને જાણ કરી અને સરપંચે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.જસદણ નગરપાલિકાના ફાયર ફાઈટરને તુરંત જ સનાળી ગામે પહોંચવા સૂચના આપવામાં આવી. પોલીસ તથા ફાયર ફાઈટરની ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જેમાં કોઈ પણ પ્રકારની જાનહાની કે અન્ય કોઈ આર્થિક નુકસાન થયેલ નથી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
