3 વર્ષમાં શહેરનો વિસ્તાર TP સ્કીમમાં આવરી લેવાશે - At This Time

3 વર્ષમાં શહેરનો વિસ્તાર TP સ્કીમમાં આવરી લેવાશે


ઝડપથી ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ બનાવીને સરકારમાં મોકલાશે, ઈરાદો જાહેર કરતી વખતે જ બનાવવાનો સમય અપાશે

મનપાના બજેટ વખતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક મહત્વની જાહેરાત કરી હતી કે 3 વર્ષની અંદર રાજકોટ શહેરને ટાઉન પ્લાનિંગ સ્કિમથી ભરી દેવાશે. એવી સ્થિતિ ઊભી કરાશે કે નવી સ્કિમ માટે જગ્યા જ નહિ રહે જેથી ભવિષ્યમાં કોઇ ગામ રાજકોટમાં ભળે અને તેમાં સ્કિમ ન હોય તો તુરંત જ સ્કિમ પર કામ ચાલુ કરી દેવાશે.

રાજકોટ શહેરનો ઘણો વિસ્તાર હજુ પણ ટી.પી. સ્કીમવિહોણો છે. ખાસ કરીને કે જ્યાં સૂચિત સોસાયટીઓ બનાવી દેવાઈ છે ત્યાં કોમન પ્લોટ માટે તો દૂર જરા પણ કપાત માટે જગ્યા વધી નથી જો ત્યાં ટી.પી. સ્કીમ બેસાડવી હોય તો મોટાપાયે ડિમોલિશન હાથ ધરવું પડે. આ સમસ્યા ભવિષ્યમાં પણ બીજા વિસ્તારોમાં ન આવે તે મહત્વનું છે. આ ઉપરાંત ટી.પી. સ્કીમ બની જાય એટલે રોડ, રસ્તા માટે જગ્યા મળતા પાયાની સુવિધાઓ છેવાડા સુધી પહોંચી શકે. ટી.પી. સ્કીમનો ઈરાદો જાહેર થાય ત્યારે જ તે ડ્રાફ્ટ કેટલા સમયમાં બની જશે તેનો સમય પણ આપી દેવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image