માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ સાથે કુલ રૂ. 10260/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ - At This Time

માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ સાથે કુલ રૂ. 10260/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હિતેશભાઈ બલદાણીયા, પોલીસ કોન્સ્ટેબલ વિમલભાઈ ડોબરીયા,અને અરુણભાઈ મહેતા, મુકેશભાઈ ડાભી ના સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે અવાણીયા ગામે ગામની જાહેર બજારમાં જાહેરમાં જુગાર રમતા 1)જેસીગ હરદાસ દયાતર 2) ભનુ જીવા ઓરા 3) કનુ ભાણા બાબરીયા 4) અમરા બચુ જખિયા 5) હમીર કાના બાબરીયા 6)ચતુરદાસ લક્ષ્મીદાસ મેસવાણીયા સહિત હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.10260/- ના કુલ મુદામાલ રૂપિયા 10260/ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડ સફળ બનાવવા psi બી.કે.ચાવડા, એ.એસ.આઈ હિતેશભાઈ બલદાણીયા, પો.કોન્સ. વિમલભાઇ ડોબરીયા,અરુણભાઈ મહેતા, મુકેશભાઈ ડાભી સહિત માળીયા હાટીના પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી કરેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.